Hansal Mehta Wedding : 17 વર્ષના લિવ ઈન રિલેશનશીપ પછી હંસલ મહેતાએ કર્યા લગ્ન, જાણો કેમ લેવો પડ્યો નિણર્ય

|

May 25, 2022 | 3:52 PM

ફિલ્મમેકર હંસલ મહેતા ( Hansal Mehta)એ 54 વર્ષની ઉંમરે લિવ ઈન પાર્ટનર સફીના હુસૈન ( Safeena Husain) સાથે કેલિફોર્નિયામાં લગ્ન કરી લીધા છે. સોશ્યલ મીડિયામાં ફોટોઝ વાયરલ થયા છે.

Hansal Mehta Wedding : 17 વર્ષના લિવ ઈન રિલેશનશીપ પછી હંસલ મહેતાએ કર્યા લગ્ન, જાણો કેમ લેવો પડ્યો નિણર્ય
Hansal Mheta pc : theweek

Follow us on

Hansal Mehta Wedding : પ્રખ્યાત ફિલ્મ પ્રોડયૂસર-ડાયરેક્ટર હંસલ મહેતા (Hansal Mehta) પોતાની લિવ ઈન પાટર્નર સફીના હુસૈન( Safeena Husain)  સાથે લગ્નના બંધનમાં બંધનમાં બંધાઈ ગયા છે. હંસલ મહેતાએ પોતાના લગ્નની સુંદર તસ્વીરો સોશ્યિલ મીડિયામાં શેર કરી છે.  54 વર્ષના હંસલ મહેતાએ આજે સવારે લગ્ન સમારોહના ફોટોઝ શેર કરીનો બધાને પોતાના જીવનના ખાસ પ્રંસગ વિશે સૌ કોઈને જાણકારી આપી. તમને જાણીને નવાઈ લાગશે કે હંસલ મહેતા અને સફીના હુસૈન 17 વર્ષથી સાથે રહેતા હતા. તે બન્નેના બે બાળકો પણ છે. આખરે આજે બંને લગ્નનાં બંધનમાં બંધાઈ જ ગયા.

ઈન્સટાગ્રામ પર હંસલ મહેતાએ વાઈફ ( Hansal Mehta Wife) સફીના હુસૈન સાથેના ખુબસુરત ફોટોઝ શેર કરીને લખ્યું કે, 17 વર્ષમાં અમારા બન્ને બાળકોને મોટા થતા જોયા છે. અમે અમારા સપનાઓ પૂરા કર્યા છે. હવે અમે લગ્નનો નિર્ણય કર્યો છે. જીવનમાં હંમેશાની જેમ આ પણ અનપ્લાન્ડ હતું. પણ અમારા વચનો હંમેશા સાચા હતા. આ નાનકડા સમારોહ વિશે અમને જણાવવામાં નહોતું આવ્યું. અંતે તેમણે લખ્યું કે – છેલ્લે પ્રેમ જ બધા પર હાવી થઈ જાય છે. પોતાના બાળકોને મોટા થતા જોઈ અને પોતાના સપનાઓને પૂરા કરવા તેમણે લગ્નનો નિર્ણય કર્યો. અને તેઓ 7 જન્મના બંધનમાં બધાઈ ગયા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફોટોઝમાં હંસલ મહેતા બ્લેઝર અને ટી-શર્ટમાં અને સફીના ગુલાબી સલવાર સૂટમાં દેખાઈ રહ્યા છે. તેઓ પોતાના પરિવાર સાથે ફોટોઝમાં ખુશ દેખાઈ રહ્યા છે.

બોલિવુડે આપી શુભકામનાઓ

હંસલ મહેતાની આ પોસ્ટ પર પ્રતિક ગાંધી, રાજકુમાર રાવ, હુમા કુરેશી, અનુભવ સિંહા, કરિશમા તન્ના, મનોજ વાજપેયી અને એકતા કપૂર સહિતના તમામ બોલિવુડ સ્ટારર્સે આ કપલને લગ્ન અને આગળના જીવન માટે ઘણી બધી શુભકામનાઓ આપી.

હંસલ મહેતા અને તેમનો પરિવાર

હંસલ મહેતાએ પોતાના કરિયરની શરુઆત ટીવી કૂકિંગ શો ‘ખાના ખજાના’ થી કરી હતી. ત્યારબાદ તેમણે હાઈવે, યાદે, લક્ષ્ય જેવી ફિલ્મો બનાવી. તેમની વેબ સીરીઝ ‘સ્કેમ 1992’ ( Scam 1992) ની ખુબ પ્રશંસા થઈ હતી. હંસલ મેહતાના આ બીજા લગ્ન છે. તેમની પૂર્વ પત્ની સુનીતા મહેતા સાથે વર્ષો પહેલા છુટાછેડા થયા હતા. તેમના 2 દીકરાઓ પણ છે. હંસલ મહેતા અને સફીના હુસૈનને 2 દીકરીઓ છે.

Published On - 3:52 pm, Wed, 25 May 22

Next Article