પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો.રૂસ્તમ સૂનાવાલાનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ 95 વર્ષની વયે તેમણે આ દુનિયા અલવિદા કહ્યું હતુ. તેઓ બોલિવૂડના પ્રિય ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હતા. તૈમુર અલી ખાનના જન્મ સમયે તેણે કરીના કપૂરને ડિલિવરી કરાવી હતી. રાહા કપૂરના જન્મ સમયે તેણે જ આલિયા ભટ્ટને ડિલિવરી કરાવી હતી. તૈમુર અલી ખાન અને રાહા કપૂરની ડિલિવરી પણ આજ ડોક્ટરે કરાવી હતી. ખાસ વાત એ છે કે કરીના કપૂરનો જન્મ પણ તેમના હાથે થયો હતો.
મહિલા સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં યોગદાનના ક્ષેત્રમાં તેમના અગ્રણી કાર્ય માટે તેમને 1991 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 1960ના દાયકામાં પોલિઇથિલિન IUDની શોધ કરી હતી, જે ગર્ભનિરોધક માટે વપરાતું ઉપકરણ છે.
કરીના કપૂરના બાળકો જ નહિ , ગાયનેકોલોજિસ્ટે 1974માં કરીનાની બહેન કરિશ્મા કપૂરની પણ ડિલિવરી કરાવી હતી. તે પછી, 1982માં, તેણે નીતુ કપૂર અને ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની ડિલિવરી કરાવી હતી. તેઓ કપૂર પરિવારના ખૂબ નજીક હતા. તેણે કરીના-સૈફના નાના પુત્ર જહાંગીર અલી ખાન ઉર્ફે જેહ અને રણબીર-આલિયાની પુત્રી રાહાને પણ જન્મ આપ્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લાડલી દીકરી વામિકાનો જન્મ પણ ડૉ. રૂસ્તમ સૂનાવાલાએ કરાવ્યો હતો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના સીઈઓ ડૉ. અનિરુદ્ધ કોહલીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ડોક્ટર કોહલીએ કહ્યું, ‘અમે તેને મિસ કરીશું. બે દાયકા સુધી તેઓ હોસ્પિટલના ટ્રસ્ટીઓના તબીબી સલાહકાર હતા, તમને જણાવી દઈએ કે દિવંગત ગાયનેકોલોજિસ્ટના પુત્ર ડો. ફિરોઝ સૂનાવાલા હજુ પણ આ જ વિભાગમાં કાર્યરત છે.
ડૉ. સૂનાવાલા વર્ષો પહેલા સર્જરીમાંથી નિવૃત્ત થયા હતા, તેમણે કન્સલ્ટિંગ ચાલુ રાખ્યું હતું.રિપોર્ટ્સ અનુસાર તેની કન્સલ્ટેશન ફી 4,000 રૂપિયા હતી