અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી FIR, જાણો શું છે કારણ

|

Sep 24, 2022 | 8:06 PM

અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તના પાત્રને કથિત રીતે દર્શાવવાને કારણે અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે થઈ છે. ઉત્તર પ્રદેશના ઇટાવામાં સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અજય દેવગન સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનું નામ પણ એફઆઈઆરમાં સામેલ છે.

અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી FIR, જાણો શું છે કારણ
Ajay Devgn in Thank God

Follow us on

ભગવાન ચિત્રગુપ્તના પાત્રને ફની રીતે દર્શાવવા બદલ એક્ટર અજય દેવગન સહિત ઘણા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ થેંકગોડમાં (Thank God) ભગવાન ચિત્રગુપ્તના પાત્રને કથિત રીતે દર્શાવવાને કારણે અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે થઈ છે. ઉત્તર પ્રદેશના ઇટાવાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના ઈટાવા એકમના પ્રમુખ નરેન્દ્ર રાયજાદાએ ઓનલાઈન એફઆઈઆર નોંધાવી છે. નરેન્દ્ર રાયજાદાની ફરિયાદ પર એક્ટર અજય દેવગન સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાયઝાદા કહે છે કે ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તને વિદૂષક તરીકે દર્શાવતા અભદ્ર અને અપમાનજનક ભાષાના પ્રયોગ કરવા પર નારાજગી વ્યક્ત કરતો કેસ કાયસ્થ મહાસભાએ દાખલ કર્યો છે.

એફઆઈઆરમાં ફિલ્મના નિર્દેશક ઈન્દ્ર કુમાર, નિર્માતા આનંદ પંડિત, ભૂષણ કુમાર, અશોક ઠાકરિયા, કૃષ્ણ કુમાર, સુનીલ ખેત્રપાલ, એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા, એક્ટર અજય દેવગન, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકીને ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

જૌનપુરમાં એક્ટર અજય દેવગન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી

આ પહેલા જૌનપુરમાં એક્ટર અજય દેવગન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ચિત્રગુપ્ત મહારાજની મજાક ઉડાવતા વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ મોનિકા મિશ્રાએ ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે ફરિયાદી હિમાંશુ શ્રીવાસ્તવ એડવોકેટના નિવેદન માટે 18 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. ફિલ્મના ટ્રેલર સામે વાંધો ઉઠાવવાને લઈને ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ જૌનપુરની સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નોરા ફતેહી પણ જોવા મળશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જીવન નાટક પર આધારિત છે, જે દર્શકોને એક સુંદર સંદેશ પણ આપશે. આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઓનસ્ક્રીન સાથે જોવા મળશે. જ્યારે અજય અને રકુલ ત્રીજી વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ પહેલા તેઓ ‘દે દે પ્યાર દે’ અને ‘રનવે 34’માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ જોવા મળશે, જે યુટ્યુબ સેન્સેશન યોહાનીના સુપરહિટ ગીત ‘માનિકે માગે હિતે’ના હિન્દી વર્ઝન પર પરફોર્મ કરતી જોવા મળશે.

Next Article