Film Major Screening: અદિવી શેષે બહાદુર સૈન્ય અધિકારીઓનું દિલ જીતી લીધું, ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન એક આર્મી ઓફિસર થયો ભાવુક

|

May 26, 2022 | 4:28 PM

ફિલ્મ 'મેજર' (Major) સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. સામાન્ય દર્શકો આ ફિલ્મ 3 જૂનથી જોઈ શકશે, પરંતુ તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ ગયું છે.

Film Major Screening: અદિવી શેષે બહાદુર સૈન્ય અધિકારીઓનું દિલ જીતી લીધું, ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન એક આર્મી ઓફિસર થયો ભાવુક
Adivi Sesh new look as major sandeep unnikrishnan
Image Credit source: Instagram

Follow us on

અદિવી શેષ (Adivi Sesh) તેની આગામી ફિલ્મ ‘મેજર’ના પ્રમોશન માટે સમગ્ર દેશનો પ્રવાસ કરી રહ્યો છે. તેની ફિલ્મનું ટ્રેલર પણ તમામ ચાહકોનું દિલ જીતી રહ્યું છે. તાજેતરમાં, ફિલ્મ ‘મેજર’ ની (Major) ટીમ વતી, પેરા-મિલિટરી ઓફિસર્સ અને તેમના પરિવારો માટે પુણેમાં આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વીડિયો ક્લિપમાં ફિલ્મનો હીરો અદિવી શેષ એક અધિકારી સાથે બેઠેલો જોવા મળે છે. આ વીડિયો ફેન્સના દિલ પર રાજ કરી રહ્યો છે.

અદિવી શેષ અને સાંઈ માંજરેકરની ફિલ્મ શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત છે, જેમણે 26/11ના મુંબઈ આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ફિલ્મ દ્વારા તેમના બલિદાનને ફરી એકવાર યાદ કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા અદિવી શેષ આ ફિલ્મમાં મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની ભૂમિકા ભજવી રહ્યા છે. પુણેમાં ખાસ મહેમાનો માટે ફિલ્મની પ્રથમ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં હાજર દરેકને આ ફિલ્મ ખૂબ જ ગમી.

આખા થિયેટરે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું

ફિલ્મના અંતમાં, સમગ્ર થિયેટરે ટીમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું, સાથે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના જોરદાર નારાઓ સાથે ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો. આ સ્ક્રિનિંગ દરમિયાન વ્હીલચેરમાં બેઠેલા અર્ધ-મિલિટરી ઓફિસર ભાવુક થતા જોવા મળ્યા હતા. અદિવી શેષે તેમની સાથે હાથ મિલાવ્યા અને આભાર માન્યો. તે સમયે તેઓ પોતે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ફિલ્મનું સ્ક્રિનિંગ પુણેથી શરૂ થયું

ફિલ્મ ‘મેજર’ની ટીમે પુણેથી ફિલ્મનું સ્ક્રીનિંગ શરૂ કર્યું, કારણ કે મહારાષ્ટ્રનું આ શહેર એ જ સ્થળ છે જ્યાંથી મેજર સંદીપ ઉન્નીક્રિષ્નને સૈનિક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત આ ફિલ્મમાં NSG કમાન્ડોની ભૂમિકા ભજવવા માટે તમામ કલાકારોએ ખૂબ મહેનત કરી છે. આ ફિલ્મનું ટ્રેલર બધાને ખૂબ જ પસંદ આવ્યું છે. હવે લશ્કરી અધિકારીના આશીર્વાદ બાદ ટીમનો જુસ્સો વધુ વધી ગયો છે.

Next Article