ફરહાન અખ્તરની માતાએ શિબાની દાંડેકર વિશે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

|

Feb 18, 2022 | 4:41 PM

ફરહાન અને શિબાનીના લગ્નમાં ફરહાનની મમ્મી હની ઈરાની સૌથી વધુ ખુશ છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, પુત્રવધૂ એટલે કે શિબાની સાથે તેનો સંબંધ કેવો છે ?

ફરહાન અખ્તરની માતાએ શિબાની દાંડેકર વિશે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું
Farhan Akhtar's mother revealed about Shibani Dandekar(Image-Instagram)

Follow us on

Farhan Akhtar Shibani Dandekar Wedding: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર (Farhan Akhtar) શિબાની દાંડેકર (Shibani Dandekar) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. શિબાની અને ફરહાન અખ્તર તેમના લગ્નની વિધિઓમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર શિબાની અને ફરહાનની હળદર અને મહેંદીની (Shibani Farhan Akhtar Wedding) તસવીરો સામે આવી હતી. સંગીતના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)પણ જોવા મળી હતી.

ફરહાન અને શિબાનીના લગ્નમાં ફરહાનની મમ્મી હની ઈરાની સૌથી વધુ ખુશ છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, પુત્રવધૂ એટલે કે શિબાની સાથે તેનો સંબંધ કેવો છે? TOIને આપેલા ઈન્ટરવ્યુમાં, ફરહાન ખાનની મમ્મીએ કહ્યું કે ‘ઘણી વખત એવું બને છે જ્યારે બંને (ફરહાન અને શિબાની) મને ફોન કરે છે અને કહે છે કે મમ્મીને સારું ખાવાનું બનાવીને રાખો, બહુ ભૂખ લાગી છે. શિબાનીને મારા હાથનું ભોજન પસંદ છે.’

શિબાની વિશે વાત કરતાં તેણે આગળ કહ્યું- ‘મારા હાથનું નવાબી કીમા શિબાનીને ખાવાનું પસંદ છે. આ સિવાય તેને મટનની તમામ વાનગીઓ ખાવાનું પસંદ છે. શિબાની પણ ફરહાનની જેમ ખાણીપીણીમાં શોખીન છે. આ એક ખૂબ જ સારો મુદ્દો છે. બંને એક સાથે ડાયટ પર પણ છે પરંતુ રવિવાર એવો દિવસ છે જ્યારે બંને એ જમવાનું પસંદ કરે છે જે તેઓને પસંદ હોય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શિબાનીને રસોઈ બનાવતા નથી આવડતું

તેણે એ પણ કહ્યું કે, શિબાનીને રસોઈ બનાવતા નથી આવડતું. હની ઈરાનીએ કહ્યું- ‘શિબાનીને રસોઇ બનાવતા બિલકુલ આવડતું નથી પરંતુ હું એ પણ કહીશ કે તે શીખી રહી છે, તે સતત પ્રયાસ કરી રહી છે. હું એ પણ જાણું છું કે તે કોઈ દિવસ રસોઈ શીખશે પરંતુ મારા મતે તેને રાંધવાની જરૂર નથી. અરે આપણે એ જમાનામાં નથી રહ્યા જ્યાં પૂછવામાં આવતું કે ‘અરે, છોકરીને રસોઈ બનાવતા નથી આવડતું?’

સાસુ અને વહુ હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહે છે

શિબાની વિશે તેણે આગળ કહ્યું- ‘શિબાની હંમેશા ફોન પર મારી સાથે રહે છે. દર બીજા દિવસે તે અને હું મળીએ છીએ. અમે નજીકમાં રહીએ છીએ. ફોન અને મેસેજ આવતા જ રહે છે.

આ પણ વાંચો: Entertainment: હર્ષ લિમ્બાચીયાએ ભારતી સિંહના વજનની ઉડાવી મજાક, લાઈવ શોમાં કોમેડિયનનો ગુસ્સો ફૂટ્યો!

આ પણ વાંચો: Bollywood: કોર્ટના સમન્સ વચ્ચે શિલ્પા, શમિતા સાથે અલીબાગમાં જોવા મળ્યો હતો રાકેશ બાપટ, માતા સુનંદા પણ હતી સાથે

Next Article