અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગતી હતી એકતા કપૂર, કર્યો ખુલાસો

|

Sep 06, 2022 | 8:10 PM

'ગુડબાય'નું ટ્રેલર બતાવે છે કે કેવી રીતે નવી અને જૂની પેઢી વચ્ચે પરંપરાઓને લઈને ઝઘડો થાય છે. આ સ્ટોરી એક એવા પરિવારની છે, જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) રશ્મિકા મંદાનાના પિતાનો રોલ ભજવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગતી હતી એકતા કપૂર, કર્યો ખુલાસો
Ekta Kapoor

Follow us on

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), રશ્મિકા મંદાના અને નીના ગુપ્તાની ફિલ્મ ગુડબાયનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આ ઈવેન્ટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. ફિલ્મ નિર્માતા એકતા કપૂર (Ekta Kapoor) અને નીના ગુપ્તાએ સ્ટેજ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા  એકતા કપૂરે કહ્યું કે બિગ બી અમિતાભ બચ્ચન સાથે બાળપણથી કામ કરવાનું તેનું સપનું હતું. અમિતાભ બચ્ચન સાથે આ તેની પહેલી ફિલ્મ છે.

બિગ બી સાથે કામ કરવા માંગતી હતી એકતા કપૂર

ફિલ્મ ગુડબાયના ટ્રેલર લોન્ચ દરમિયાન એકતા કપૂરે ખુલાસો કર્યો હતો કે તે હંમેશા અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગતી હતી. એક વાતથી શરૂઆત કરીને એકતા કપૂરે કહ્યું કે બાળપણથી જ તે હંમેશા માત્ર એક વ્યક્તિ સાથે કામ કરવાનું સપનું જોતી હતી અને તે બિગ બી હતા. બાળપણમાં તે અમિત જીના ઘરે બર્થ ડે પાર્ટીમાં જતી હતી. શ્વેતા (નંદા બચ્ચન) અને અભિષેક (બચ્ચન) મારા મિત્રો છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેયર કરતાં એકતાએ લખ્યું, “ફેમિલી બોન્ડ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ ફેમિલી ટ્યુનિંગ પહેલીવાર જોશો! ડ્રામાની એક સ્ટ્રિંગ સાથે કોમેડી, ઈમોશન અને ખૂબ પ્રેમ.. પ્રસ્તૂત છે #GoodbyeTrailer ! આ ફિલ્મ 7 ઓક્ટોબર, 2022ના રોજ તમારી નજીકના થિયેટરોમાં રિલીઝ થશે. #GoodbyeOnOctober7.”

આવું છે ફિલ્મનું ટ્રેલર

આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જેમાં તમને કોમેડી, ઈમોશન, લવ અને નોકઝોંકનો ઘણો મસાલો જોવા મળશે. ‘ગુડબાય’નું ટ્રેલર બતાવે છે કે કેવી રીતે નવી અને જૂની પેઢી વચ્ચે પરંપરાઓને લઈને ઝઘડો થાય છે. આ વાર્તા એક એવા પરિવારની છે જેમાં અમિતાભ બચ્ચન રશ્મિકા મંદાનાના પિતાનો રોલ ભજવી રહ્યા છે અને નીના ગુપ્તા તેમની પત્ની છે.

આ સ્ટાર્સ મળશે જોવા

આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બિગ બી સિવાય નીના ગુપ્તા, સાહિલ મહેતા, શિવિન નારંગ, પવૈલ ગુલાટી, એલી અવરામ અને સુનીલ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની નિર્માતા એકતા કપૂર છે.

Next Article