AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટૂંક સમયમાં લગ્ન સંબંધમાં બંધાશે અલી ફઝલ અને રિચા ચઢ્ઢા, જાણો ડિટેલ્સ

અલી ફઝલ (Ali Fazal) અને રિચા ચઢ્ઢાના (Richa Chaddha) લગ્ન બે વર્ષ પહેલા એટલે કે 2020માં થવાના હતા. પરંતુ કોરોના મહામારીને કારણે બંનેના લગ્ન કેન્સલ કરવામાં આવ્યા હતા.

ટૂંક સમયમાં લગ્ન સંબંધમાં બંધાશે અલી ફઝલ અને રિચા ચઢ્ઢા, જાણો ડિટેલ્સ
Richa Chadha Ali Fazal
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 6:30 PM
Share

બોલિવૂડ એક્ટર અલી ફઝલ (Ali Fazal) અને રિચા ચઢ્ઢા (Richa Chaddha) લાંબા સમયથી રિલેશનશિપમાં છે. હવે બંને સ્ટાર્સ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા આ મહિનાના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બંનેના લગ્ન દિલ્હીમાં થશે. મળતી માહિતી મુજબ આ બંનેના લગ્ન મોટા પાયે થશે. લગ્ન બાદ આ કપલ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે. સમાચાર મુજબ બંનેના રિસેપ્શનમાં 350 થી 400 મહેમાનો હાજરી આપશે. તેમના લગ્નના સમાચાર સાંભળીને ફેન્સ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

કોરોના મહામારીને કારણે અટકાવવા પડ્યા લગ્ન

આ પહેલા પણ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નના સમાચાર સામે આવ્યા છે. બંનેના લગ્ન બે વર્ષ પહેલા એટલે કે 2020માં થવાના હતા. પરંતુ કોરોના મહામારીને કારણે બંનેના લગ્ન કેન્સલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેએ લગ્ન માટે 21, 23 અને 24 એપ્રિલ નક્કી કરી હતી. આ પહેલા રિચા ચઢ્ઢાએ પણ ખુલાસો કર્યો હતો કે બંને લગ્નની તૈયારી કરી રહ્યા છે. ઈનવિટેશન પણ મોકલવાના હતા પરંતુ કોરોનાને કારણે બધું જ અટકી ગયું.

View this post on Instagram

A post shared by ali fazal (@alifazal9)

પ્રોજેક્ટમાં બિઝી થઈ ગયા

બંને કલાકારો ત્યારબાદ પોતપોતાના પ્રોજેક્ટમાં બિઝી થઈ ગયા. પરંતુ હવે બંનેએ પોતાના લગ્નની જાહેરાત કરી છે. બંનેના લગ્ન પણ રાજધાની દિલ્હીમાં જ થશે. જેના માટે ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો ફુકરે 3માં સાથે જોવા મળશે. આ સિવાય અલી ફઝલ ખુફિયા, બાવરે અને હોલીવુડ પ્રોજેક્ટ કંધારમાં જોવા મળશે.

ફુકરેના સેટ પર બંનેનો થયો હતો પ્રેમ

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા વર્ષ 2012માં આવેલી ફિલ્મ ફુકરેમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને મિત્રો બની ગયા હતા. બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. વર્ષ 2015 માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બે વર્ષ બાદ એટલે કે વર્ષ 2017માં અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેમની રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો.

Weather News : રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત
Weather News : રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત
આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરાઈ
આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરાઈ
સમાજનું ભલું કરવા અલ્પેશ ઠાકોર રાજકારણની આહૂતિ આપવા તૈયાર
સમાજનું ભલું કરવા અલ્પેશ ઠાકોર રાજકારણની આહૂતિ આપવા તૈયાર
જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી માટે બોલી બઘડાટી
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
g clip-path="url(#clip0_868_265)">