Ek Villain Returns : રિલીઝના બીજા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી, જાણો કેટલો બિઝનેસ કર્યો

|

Aug 03, 2022 | 12:05 PM

બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો બહુ ગ્રોથ નથી. જો કે રવિવારે ફિલ્મના બિઝનેસમાં તેજી આવવાની આશા છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી પણ સારી રહી ન હતી.

Ek Villain Returns : રિલીઝના બીજા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી, જાણો કેટલો બિઝનેસ કર્યો
રિલીઝના બીજા દિવસે ફિલ્મે આટલી કમાણી કરી
Image Credit source: Instagram

Follow us on

Ek Villain Returns : અર્જુન કપૂર અને જ્હોન અબ્રાહમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ (Ek Villain Returns)બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી રહી નથી. જો કે, ફિલ્મમાં કલાકારોએ ઉત્તમ અભિનય કર્યો છે, છતાં ફિલ્મનું કલેક્શન જે હોવું જોઈએ તે પ્રમાણે થઈ શકતું નથી. આ ફિલ્મના બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. ફિલ્મને ક્રિટિક્સ અને લોકો તરફથી પણ સારા રિવ્યુ મળ્યા નથી. આ ફિલ્મ કોઈપણ રીતે લોકોના દિલ જીતવામાં સફળ રહી નથી.

બીજા દિવસે ફિલ્મની કમાણી સારી રહી નથી

આ ફિલ્મનો બોક્સ ઓફિસ પર વધુ ગ્રોથ નથી. રવિવારના રોજ ફિલ્મનો બિઝનેસ સારો થવાની આશા છે. આ ફિલ્મના પહેલા દિવસની કમાણી અંદાજે 7.05 કરોડ રહી હતી. આ ફિલ્મની કમાણી પ્રથમ વીકેન્ડ સુધી 21 કરોડ સુધી જવાની આશા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અહિ જુઓ ફિલ્મનું ક્લેક્શન

 

 

રવિવારના રોજ 21 કરોડને પાર જવાની આશા

રિપોર્ટસનું માનીએ તો આ ફિલ્મે રિલીઝના બીજા દિવસે અંદાજે 7.47 કરોડનું ક્લેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી 14.52 કરોડ થઈ ગઈ છે. રવિવારના આ ફિલ્મનું ક્લેક્શન 21 કરોડને પાર જવાનું મેકર્સને આશા છે.

એક વિલન સુપરહિટ સાબિત થઈ હતી

એક વિલન રિટર્ન્સ વર્ષ 2014માં આવેલી ફિલ્મ એક વિલનની સીક્વલ છે. આ ફિલ્મ તે વખતની સુપરહિટ સાબિત રહી હતી. તેના ઓપનિંગ ડે પર અંદાજે 16.50 કરોડનો કારોબાર કર્યો હતો. આ વખતે તો રિલીઝના બે દિવસ પસાર થઈ ગયા છે પરંતુ 15 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી. તે સમયે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રિતેશ દેશમુખના અભિનયના ખૂબ વખાણ થયા હતા.

Published On - 3:53 pm, Sun, 31 July 22

Next Article