Dream Girl 2 : ચમક્યું અનન્યા પાંડેનું નસીબ, બની આયુષ્માન ખુરાનાની નવી ડ્રીમ ગર્લ

|

Sep 16, 2022 | 10:46 PM

ડ્રીમ ગર્લ 2019 ની હિટ ફિલ્મ હતી અને તેમાં આયુષ્માન સાથે નુસરત ભરૂચાએ અભિનય કર્યો હતો. હવે હીરો એ જ છે પણ ડ્રીમ ગર્લ 2 માં નુસરતની જગ્યાએ અનન્યા પાંડેને (Ananya Panday) રિપ્લેસ કરવામાં આવી છે.

Dream Girl 2 : ચમક્યું અનન્યા પાંડેનું નસીબ, બની આયુષ્માન ખુરાનાની નવી ડ્રીમ ગર્લ
Ayushmaan khurrana ananya panday

Follow us on

અનન્યા પાંડે (Ananya Panday) બોલિવૂડમાં સતત બેક ટુ બેક ફિલ્મો કરી રહી છે. હાલમાં જ તે વિજય દેવરકોંડા સાથે લાઈગર ફિલ્મમાં જોવા મળી હતી . પરંતુ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નથી, પરંતુ અનન્યા પાંડેને વધુ એક ફિલ્મ મળી છે. ટૂંક સમયમાં ચંકી પાંડેની પુત્રી આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળશે. એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આયુષ્માન ખુરાના સાથે ડ્રીમ ગર્લ 2 નું એનાઉન્સમેન્ટ કરતો એક વીડિયો શેયર કર્યો છે.

સામેલ થશે અનેક ફેમસ એકટર્સ

ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માં આયુષ્માન ખુરાનાની સાથે અન્નુ કપૂર, પરેશ રાવલ, મનોજ જોશી, વિજય રાજ, સીમા પાહવા અને રાજપાલ યાદવ પણ છે. આ ફિલ્મના ટીઝરની શરૂઆતમાં જ બોલિવૂડની સતત ફ્લોપ થતી ફિલ્મો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડમાં કોઈની નજર લાગી ગઈ છે. જેના પર આયુષ્માન કહે છે, “હા ભાઈ, હું ડીવીડી પર ફિલ્મ ચલાવી રહ્યો છું, હજુ પણ તે કામ નથી કરી રહી, તેથી હું મથુરા આવ્યો છું. ઈદ પર આ વખતે પૂજા કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અનન્યાએ પણ શેયર કર્યો છે વીડિયો

ડ્રીમ ગર્લના ટીઝર વીડિયોમાં પૂજારી ફિલ્મની કાસ્ટ તરીકે ઓળખવામાં આવી છે. આ વીડિયો શેયર કરતી વખતે અનન્યાએ તેના પોસ્ટના કેપ્શનમાં પણ લખ્યું છે કે, “તમારી ડ્રીમ ગર્લ ફરી આવી રહી છે, મળો પૂજાને 29 જૂન, 2023 ઈદ પર.” આ પોસ્ટ પર ફેન્સે ઘણી કોમેન્ટ કરી તો કોઈએ લખ્યું, “ધમાકેદાર”. તો, કોઈએ લખ્યું “વેલકમ પૂજા.” ઘણા ફેન્સે કોમેન્ટ સેક્શન રેડ હાર્ટથી ભરી દીધો છે.

પાર્ટ 1 માં હતી નુસરત ભરૂચા

તમને જણાવી દઈએ કે ડ્રીમ ગર્લ 2019ની હિટ ફિલ્મ હતી અને તેમાં આયુષ્માનની સાથે નુસરત ભરૂચાએ અભિનય કર્યો હતો. ફિલ્મમાં આયુષ્માને એક હોટલાઈન કોલરની ભૂમિકા ભજવી હતી જે પોતાનો અવાજ બદલી નાખે છે અને છોકરીના અવાજમાં લોકો સાથે વાત કરે છે. આયુષ્માન ખુરાના બોલિવૂડના શાનદાર એક્ટરમાંથી એક છે, આ વર્ષે તેને ઈન્ડસ્ટ્રીમાં તેના 10 વર્ષ પૂરા કર્યા, વર્ષ 2012માં તેને ફિલ્મ વિકી ડોનરથી શરૂઆત કરી હતી, રેડિયો જોકી, વીડિયો જોકી અને રિયાલિટી શોમાં પાર્ટિસિપેટ કરનાર એક્ટરને લોકો તેના સિંગિંગ ટેલેન્ટ માટે જાણે છે.

સલમાન ખાનની જાહેરાત બાદ ઈદ પર રિલીઝનો રસ્તો ખુલ્યો

એવી અપેક્ષા હતી કે સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળી ઈદ 2023માં રિલીઝ થશે. પરંતુ તેની ફિલ્મ નવા નામથી ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ રહી છે, પરંતુ ટાઈગર 23 માર્ચે ઈદ પર થિયેટરમાં આવશે. આ જ કારણ છે કે એકતા કપૂરની ડ્રીમ ગર્લ 2 ઈદ પર રિલીઝ થવાનો રસ્તો ખુલી ગયો છે.

Next Article