Entertainment News : મુંબઈના મોટા સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય Doctor Strange 2, શું છે કારણ ? ચીનમાં પણ પ્રતિબંધ!

|

May 06, 2022 | 9:43 AM

આ પહેલીવાર નથી કે જ્યારે માર્વેલ મૂવીઝની ફિલ્મ માટે થિયેટરોમાં ટિકિટના દર વધારવાની વાત થઈ હોય. અગાઉ સ્પાઈડર-મેન, એવેન્જર્સ-એન્ડગેમ (Spider-man: No Way Home and Avengers: Endgame) જેવી ફિલ્મો સાથે સમાન ચાર્જ વધારવાની માંગ કરવામાં આવી હતી.

Entertainment News : મુંબઈના મોટા સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય Doctor Strange 2, શું છે કારણ ? ચીનમાં પણ પ્રતિબંધ!
Doctor Strange 2

Follow us on

Doctor Strange in the Multiverse of Madness : હોલીવુડ ફિલ્મ (New Hollywood Movie Released) ડો. સ્ટ્રેન્જ 2 ભારતમાં રીલીઝ થઇ છે. પરંતુ મુંબઈના કેટલાક મોટા થિયેટરોમાં આ ફિલ્મ મુશ્કેલીમાં છે. આ ફિલ્મની રીલીઝને લઈને અન્ય ઘણા દેશોમાં સમસ્યા સર્જાઈ છે. કેટલાક ગલ્ફ દેશોમાં ફિલ્મની રજૂઆતને લઈને સંઘર્ષો છે. કારણ કે Dr Strange 2 માં LGBTQ+ પાત્રો છે. તો ફિલ્મને ચીનમાં પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. (Doctor Strange Ban in China). અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં અમુક ભાગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધ બતાવવામાં આવ્યો છે. જેના પછી ત્યાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મુંબઈના આ શહેરોમાં રિલીઝ નહીં થાય Doctor Strange?

એક મીડિયાના અહેવાલ મુજબ હવે આ ફિલ્મને ભારતીય શહેર મુંબઈમાં પણ ઘણા સિનેમાઘરોમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. શહેરના સૌથી જૂના થિયેટર મરાઠા મંદિર અને સિનેમા થિયેટર ગેલેક્સીમાં ફિલ્મો રજૂ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. વાસ્તવમાં થિયેટરોના માલિક મનોજ દેસાઈએ આ ફિલ્મ માટે ટિકિટના દરો વધારવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે અથડામણ શરૂ થઈ હતી.

ફિલ્મની ટિકિટના દર વધારવાની માંગ

એ બહુ સામાન્ય સમસ્યા છે કે, જ્યારે કોઈ બ્લોકબસ્ટર ફિલ્મ હોય પછી તે બોલિવૂડની હોય કે હોલીવુડની, ત્યારે તેના માટે ટિકિટ વધારવાની માંગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટાભાગના માલિકો આ સ્વીકારે છે અને હિટ ફિલ્મોની ટિકિટના દરમાં વધારો કરે છે. કારણ કે દર્શકો પણ ઘણી વખત ફિલ્મ જોવા માટે ઉત્સુક હોય છે. જો કે માલિક મનોજ દેસાઈએ તેમ કર્યું ન હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તેમની શરતો અનુસાર માલિકોએ તેમના થિયેટરોમાં ફિલ્મો મૂકી. એવેન્જર્સ અને સ્પાઇડર-મેનની રિલીઝ સમયે પણ આ શરત સ્વીકારવામાં આવી ન હતી.

ફિલ્મો સામાન્ય કિંમતમાં જ થિયેટરોમાં બતાવવામાં આવી હતી

આ પહેલીવાર નથી કે, જ્યારે માર્વેલ મૂવીઝની ફિલ્મ માટે થિયેટરોમાં ટિકિટના દર વધારવાની વાત થઈ હોય. અગાઉ સ્પાઈડર-મેન, એવેન્જર્સ-એન્ડગેમ જેવી ફિલ્મો સાથે સમાન ચાર્જ વધારવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આ થિયેટરના માલિકે આ વાત સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ટિકિટના દરમાં વધારો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી આ બંને ફિલ્મો સામાન્ય કિંમતમાં જ થિયેટરોમાં બતાવવામાં આવી હતી.

Next Article