Rohit Shetty On Singham : ફરીથી સિંઘમ બનશે અજય દેવગન, સિંઘમ બનીને મોટા પડદા પર કરશે ગર્જના

|

Dec 03, 2022 | 8:26 AM

Rohit Shetty On Singham : આ દરમિયાન અજય દેવગણે 'ભોલા' બાદ તેની બીજી નવી ફિલ્મની જાહેરાત કરી છે. હવે તેની હિટ ફ્રેન્ચાઇઝી 'સિંઘમ'ના ભાગની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે તેણે નિર્દેશક રોહિત શેટ્ટી સાથે હાથ મિલાવ્યા છે. રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ' સૌથી વધુ ચર્ચિત ફિલ્મ છે.

Rohit Shetty On Singham : ફરીથી સિંઘમ બનશે અજય દેવગન, સિંઘમ બનીને મોટા પડદા પર કરશે ગર્જના
singham again

Follow us on

Rohit Shetty On Singham : હિન્દી સિનેમાની દૂનિયામાં બધાના ફેવરિટ ડિરેક્ટર રોહિત શેટ્ટી એક વખત ફરીથી એક્શનનો તડકો લગાવવાના છે. હાલમાં જ રોહિતે બતાવ્યું કે બોલિવુડ સ્ટાર અજય દેવગન સાથે આવનારી ફિલ્મ સિંઘમનું શૂટિંગ શરૂ કરશે. અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ દરમિયાન અજય દેવગણે ‘ભોલા’ બાદ તેની બીજી નવી ફિલ્મની જાહેરાત કરી છે. હવે તેની હિટ ફ્રેન્ચાઇઝી ‘સિંઘમ’ના ભાગની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે તેણે નિર્દેશક રોહિત શેટ્ટી સાથે હાથ મિલાવ્યા છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ’ સૌથી વધુ ચર્ચિત ફિલ્મ છે. આ ફિલ્મના ઘણા ભાગો રિલીઝ થઈ ચૂક્યા છે. જેની સિરીઝ વર્ષ 2011માં શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં તેના ત્રણ ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે.

અજય દેવગનની ‘સિંઘમ અગેન’ની થઈ જાહેરાત

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા આ જાણકારી આપી છે. અજય દેવગનનો ફોટો પોસ્ટ કરીને તેણે કેપ્શનમાં જણાવ્યું કે, અજય દેવગન અને રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’ની સિક્વલ ‘સિંઘમ અગેન’ માટે હાથ મિલાવ્યા છે. ભોલા ફિલ્મ પૂરી કર્યા બાદ અજય અને રોહિત તેના પર કામ શરૂ કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અજય અને રોહિતની જોડી છે સુપરહિટ

રોહિત શેટ્ટી અને અજય દેવગનની જોડી હંમેશા સુપરહિટ રહી છે. બંનેએ ‘સિંઘમ’, ‘સિંઘમ 2’, ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીમાં સાથે કામ કર્યું છે. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. હવે ફરી એકવાર બંને સ્ટાર્સ દર્શકોને મનોરંજન પૂરું પાડવા માટે કમર કસી લીધી છે.

અજય દેવગન ‘સૂર્યવંશી’માં જોવા મળ્યો હતો

અજય દેવગણે છેલ્લે રોહિત શેટ્ટી સાથે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશીમાં કામ કર્યું હતું. જેમાં અજય દેવગન સિંઘમના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેને બહુ ઓછી જગ્યા મળી, પરંતુ તે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો. ‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર, કેટરીના કૈફ અને રણવીર સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ ભોલા 30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દિવસોમાં તે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે.

Next Article