New Record Of Ram Gopal Varma : ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ પોતાના નામે કર્યો વધુ એક રેકોર્ડ, દર્શકો માટે 8 મિનિટનું આખું ટ્રેલર કર્યું રિલીઝ

|

Jun 11, 2022 | 9:33 AM

રામ ગોપાલ વર્માની (Ram Gopal Varma) નવી ફિલ્મ 'લડકી' માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક્શનની સાથે લવ ટ્રાયંગલ પણ જોવા મળશે.

New Record Of Ram Gopal Varma : ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ પોતાના નામે કર્યો વધુ એક રેકોર્ડ, દર્શકો માટે 8 મિનિટનું આખું ટ્રેલર કર્યું રિલીઝ
ram gopal varma

Follow us on

દિગ્દર્શક રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) માટે વર્ષ 2022નો સૌથી મોટો પ્રોજેક્ટ તેમની ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ ‘લડકી’ (Ladki) છે. કોરોના મહામારી બાદ આ ફિલ્મ 15 જુલાઈએ રિલીઝ થવાની તૈયારીમાં છે. રામ ગોપાલ વર્મા ‘ધ સ્પેશિયલ શો ઓફ લડકી’ (The Special Show Of Ladki) નામનું એક ખાસ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં યુટ્યુબ પર ફિલ્મનું ટ્રેલર મોટા પાયે બતાવવામાં આવ્યું છે.

અહીં વીડિયો જુઓ………..

ઈન્ડો-ચીની પ્રોડક્શન ફિલ્મ “લડકી”

‘લડકી’ એ ઈન્ડો-ચીની પ્રોડક્શન ફિલ્મ છે. જેમાં અભિનેત્રી પૂજા ભાલેકર માર્શલ આર્ટનું પરાક્રમ કરતી જોવા મળશે. જેઓ બ્રુસ લીથી ભારે પ્રભાવિત છે. વાસ્તવમાં પૂજા ખરેખર તાઈકવાન્ડોમાં એક્સપર્ટ છે અને તેણે ઘણી ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો છે. પૂજાએ ફિલ્મ લડકીના દરેક સ્ટંટ માટે પોતાની જાતને ખૂબ જ તૈયાર કરી છે અને દિવસ-રાત મહેનત પણ કરી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું ટ્રેલર થઈ ગયું છે રિલીઝ

ધ સ્પેશિયલ શો ઓફ લડકી, આ 8 મિનિટ લાંબો ફીચર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ટ્રેલર બતાવવામાં આવ્યું છે. જેના પર રામ ગોપાલ વર્મા કહે છે, “હું સાદું ટ્રેલર રિલીઝ કરવા માગતો ન હતો. જેથી વાર્તાની મુખ્ય વાત દબાઈ જાય અને આખી વાત દર્શક સુધી પહોંચી ન શકે. હું દર્શકોને સમય આપવા માંગુ છું જેથી તેઓ વાર્તાના સાર અને તેના ભાવનાત્મક પાસાને સમજી શકે અને અનુભવી શકે. હું એ પણ સમજાવવા માંગુ છું કે લડકી માત્ર એક માર્શલ આર્ટ ફિલ્મ નથી પરંતુ તે છોકરી, તેના જીવનસાથી અને બ્રુસ લી વચ્ચેની ત્રિકોણીય પ્રેમકથા છે. જ્યાં છોકરીની અગ્નિપરીક્ષા તેની કળા અથવા તેના પ્રેમને પસંદ કરવા માટે શરૂ થાય છે.

આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ થશે રિલીઝ

તમને જણાવી દઈએ કે, રામ ગોપાલ વર્માની આ ફિલ્મ લડકી 15 જુલાઈએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ રિલીઝ થઈ રહી છે. લડકીનું નિર્માણ આર્ટસી મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેનું નિર્દેશન રામ ગોપાલ વર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પૂજા ભાલેકર, પાર્થ સુરી, રાજપાલ યાદવ અને અભિમન્યુ સિંઘ છે અને 15 જુલાઈના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. જેમાં ચીન સહિત 25,000થી વધુ સ્ક્રીન્સનો સમાવેશ થાય છે.

Next Article