Mani Ratnam COVID-19 Positive:ડાયરેક્ટર મણિરત્નમ કોરોના પોઝિટિવ, ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ
તમિલ અને હિન્દી ફિલ્મોના દિગ્દર્શક મણિરત્નમ કોરોના પોઝિટિવ ( COVID-19 Positive)હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ પોઝિટિવ આવ્યા બાદ મણિરત્નમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Mani Ratnam COVID-19 Positive: તમિલ અને હિન્દી ફિલ્મોના દિગ્ગજ દિગ્દર્શક મણિરત્નમ (Mani Ratnam ) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કોવિડ-19 પોઝિટિવ (COVID-19 Positive)મળ્યા બાદ તેને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હજુ સુધી આ વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી. તેની પત્ની સુહાસિનીએ આ અંગે કંઈ જણાવ્યું નથી. મણિરત્નમ હાલમાં તેની આગામી ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ પર કામ કરી રહ્યા છે.
મેડિકલ બુલેટિન હજુ રિલીઝ થયું નથી
8 જુલાઈના રોજ મણિરત્નમ’પોન્નિયન સેલ્વન’ ના ટીઝર લોન્ચ કરતા જોવા મળ્યા હતા. તે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે અને આ વચ્ચે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે, સુત્રોના જણાવ્યા અનુસાર તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ હોસ્પિટલ અને ડોક્ટરોએ મણિરત્નમ પર બુલેટિન જાહેર કર્યું નથી.
‘પોન્નિયન સેલ્વન’ માં જોવા મળશે આ કલાકારો
તમને જણાવી દઈએ કે, મણિ રત્નમના ડ્રીમ પ્રોજેક્ટ ‘પોન્નિયન સેલ્વન’ ને 30 સપ્ટેમ્બરના3 રોજ અનેક ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, ત્રિશા. કાર્તી, જયમ રવિ, પ્રકાશ રાજ અને શોભિતા ધૂલિપાલા મુખ્ય ભુમિકામાં જોવા મળશે. ચોલ સામ્રાજ્ય પર બનેલી આ ફિલ્મનું મ્યુઝિક એઆર રહેમાને આપ્યું છે, હાલમાં તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતુ. જે લોકોને ખુબ પસંદ આવ્યું હતુ
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..