AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dilip Kumar Health: દિલીપ કુમારની તબિયત લથડી! હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ, ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના

છેલ્લા કેટલાક સમયથી દિલીપ કુમારની તબિયત ખુબ નાદુરસ્ત હોવાના અહેવાલ આવી રહ્યા છે. આવામાં તેમને તાજેતરમાં હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Dilip Kumar Health: દિલીપ કુમારની તબિયત લથડી! હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ, ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના
દિલીપ કુમાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 11:47 AM
Share

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની ફરી એક વાર તબિયત લથડી હોવાના અહેવાલ આવ્યા છે. જોકે કહેવામાં આવ્યું છે કે દિલીપ કુમારને હિન્દુજા હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા દિલીપ કુમારને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેઓની ઉંમર 98 વર્ષ છે.

તે સમયે દિલીપ કુમારને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર દિલીપ કુમારને ઓક્સિજન સપોર્ટ પર રખાયા હતા. છેલ્લા ઘણા સમાથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. જેને કારણે વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે.

પત્ની રાખે છે તેમનું ધ્યાન

દિલીપકુમારની સંભાળ રાખવાની જવાબદારી તેમની પત્ની સાયરા બાનુ પર છે. તેઓ તેમની ખાસ કાળજી લે છે. આ સાથે તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને સ્વાસ્થ્ય અપડેટ્સ આપતા રહે છે. જ્યારે કોરોના રોગચાળો દેશભરમાં ફેલાયો ત્યારે તેણે દિલીપ સાહેબ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે દરમિયાન તેમના પરિવારના ઘણા લોકોને ચેપ લાગ્યો હતો, પરંતુ દિલીપ કુમાર સુરક્ષિત રહ્યા. સાયરા બાનુ દિલીપ સાહેબને પ્રેમથી કોહિનૂર કહે છે.

ઉલ્લેખનીય છે કે દિલિપ કુમાર તેમની પત્ની સાયરા બાનુ (Saira Banu) સાથે 2020થી ક્વોરંટાઈન છે. કોરોનાના કારણે તે કોઈને પણ મળી રહ્યા નથી અને તેમના સ્વાસ્થયનું બરાબર ધ્યાન રાખવામા આવી રહ્યું છે. હંમેશા તેમના રૂટિન ચેકઅપ માટે તેઓ હોસ્પિટલ જતા હોય છે. કોરોનાના કારણે 2020માં દિલિપ કુમાર પોતાના બે ભાઈઓને પણ ગુમાવી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અનેતેમનું નામ યુસુફ ખાન હતું. બાદમાં તેમણે દિલીપ કુમાર તરીકે મોટાપડદા પર ખ્યાતિ મળી. અભિનેતાએ નિર્માતાના કહેવા પર તેમનું નામ બદલ્યું. તેમણે દર્શકોનું ખુબ માંનોરંજન કર્યું છ. આજે પણ લાખો લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: IND vs SL: ટીમમાં અંદર બહાર થતા કુલદીપ યાદવે કહ્યુ, ખુદને સાબિત કરવા માટે શ્રીલંકા પ્રવાસ મહત્વનો

આ પણ વાંચો: Twitter પર ફરી નોંધાયો કેસ, આ વખતે બાળકોને લગતી અશ્લીલ સામગ્રીના પ્રસારણનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">