AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singham 3: સિંઘમ 3માં દીપિકા પાદુકોણના પાત્રને લઈને થયો ખુલાસો, અજય દેવગન સાથે છે ખાસ ક્નેક્શન

બોલિવુડ એક્ટર અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ સિંઘમ અગેઈન એટલે કે સિંઘમ 3 વિશે એક નવા સમાચાર સામે આવ્યા છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં દીપિકાનો રોલ શું હશે.

Singham 3: સિંઘમ 3માં દીપિકા પાદુકોણના પાત્રને લઈને થયો ખુલાસો, અજય દેવગન સાથે છે ખાસ ક્નેક્શન
Deepika Padukone - Ajay DevgnImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 6:23 AM
Share

Singham 3: રોહિત શેટ્ટીના (Rohit Shetty) ડાયરેક્શનમાં બનેલી 2011માં સિંઘમ અને 2014માં સિંઘમ રિટર્ન્સ રિલીઝ થયા બાદ અજય દેવગનના (Ajay Devgn) ફેન્સ સિંઘમ 3ની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ આ ફિલ્મને લઈને એક સમાચાર આવ્યા હતા કે સિંઘમના અપકમિંગ ભાગમાં ટાઈગર શ્રોફ પણ નવા કોપ તરીકે જોવા મળશે. ટાઈગર બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું (Deepika Padukone) નામ પણ ચર્ચામાં છે.

ફીમેલ કોપના રોલમાં જોવા મળશે દીપિકા પાદુકોણ

અત્યાર સુધી આપણને રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં ફીમેલ કોપ જોવા મળી નથી. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ આ કમી પૂરી કરશે. મીડિયા રિપોર્ટ મુજબ સિંઘમ 3માં દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળશે, જેને રોહિત શેટ્ટી સિંઘમ અગેઈનના નામથી દર્શકો સમક્ષ રજૂ કરશે. રિપોર્ટમાં સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવ્યું છે કે તે એક ફીમેલ કોપના રોલમાં જોવા મળશે, જેના માટે તે ખૂબ જ એક્સાઈટેડ છે.

બનશે અજય દેવગનની બહેન

રિપોર્ટમાં દીપિકાના પાત્ર વિશે જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ ખાસ હશે. ફીમેલ કોપ હોવાની સાથે તે સિંઘમ સાથે પણ સંબંધ રાખશે. તે સિંઘમની બહેનના રોલમાં જોવા મળશે. પરંતુ હાલમાં આ અંગે કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. જો ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઓગસ્ટ 2024 સુધી થિયેટરોમાં આવી શકે છે.

આ પણ વાંચો : સુપરસ્ટાર વિજય દેવરકોંડા ટુંક સમયમાં જ કરશે લગ્ન? રશ્મિકા મંદાના સાથે જોડાયેલું છે નામ

આ ફિલ્મમાં પણ જોવા મળશે દીપિકા

પરંતુ હાલમાં દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે કેમિયો રોલમાં જોવા મળશે. જવાન 7 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ વર્ષે દીપિકા પણ SRK સાથે પઠાણમાં જોવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ખૂબ જ જોરદાર હતી અને ફિલ્મે દુનિયાભરમાંથી 1000 કરોડથી વધુની કમાણી કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">