Da-Bangg Tour : સલમાન ખાનના પરફોર્મન્સે રિયાધમાં મચાવી ધમાલ, ફેન્સે સોશિયલ મીડિયામાં શેર કર્યા વીડિયો

સલમાન ખાને હાલમાં જ તેની રીલિઝ થયેલી ફિલ્મ 'અંતિમ ધ ફાઈનલ ટ્રુથ'ની રિલીઝ બાદ કહ્યું હતું કે 10 ડિસેમ્બરે રિયાધમાં એક મોટી ઈવેન્ટ શરૂ થશે. હવે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન ત્યાં કરવામાં આવ્યું છે.

Da-Bangg Tour : સલમાન ખાનના પરફોર્મન્સે રિયાધમાં મચાવી ધમાલ, ફેન્સે સોશિયલ મીડિયામાં શેર કર્યા વીડિયો
Da-Bangg Tour
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 7:25 PM

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Bollywood Super Star Salman Khan) તેની દબંગ ટૂરને (Da-Bangg Tour) કારણે ખૂબ ચર્ચામાં છે. તેના ટૂરને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ હતો. સલમાન દ્વારા આયોજિત આ ટૂરમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેવાના છે. રિયાધમાં મેળાવડો તૈયાર છે. રિયાધમાં મહેફિલ જામી ચૂકી છે. બધા સ્ટાર્સ ત્યા પહોંચીને દર્શકોના દિત જીતવામાં લાગ્યા છે. આ ઇવેન્ટ સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ત્યાં હાજર ફેન્સે આ વીડિયો શેર કર્યા છે. 

આ ઈવેન્ટમાં સલમાન ખાને પણ પરફોર્મ કર્યું હતું, ત્યાં હાજર તેના ફેન્સ દ્વારા તેના પરફોર્મન્સનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને સલમાનના આ શાનદાર પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. સલમાને તેની ફિલ્મોના હિટ ગીતો પર પરફોર્મ કર્યું હતું. તેણે તેની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના ગીત ‘જૂતે દે દો પૈસા લે લો’ પર પરફોર્મન્સ આપીને ચાહકોના દિલ જીતી લીધા. સલમાનની સાથે-સાથે ત્યાં હાજર તેના ચાહકો પણ એવું કહેતા જોવા મળ્યા કે હવે આવા શો ત્યાં થતા રહેવા જોઇએ.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સલમાન સિવાય આયુષ શર્માએ પણ આ ઈવેન્ટમાં ધમાલ મચાવી હતી. તેનો વીડિયો એક યુઝરે શેર કર્યો હતો જેમાં તેણે સાઈ માંજરેકર સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા. ગુરુ રંધાવાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે તેનું હિટ ગીત ‘તુ લગ દી લાહોર દી’ ગાતો જોવા મળ્યો હતો. તે વીડિયોમાં ભારે ભીડ દેખાતી હતી. તમામ ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સને ચીયર કરતા જોવા મળ્યા હતા.

સલમાન ખાને હાલમાં જ તેની રીલિઝ થયેલી ફિલ્મ ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’ની રિલીઝ બાદ કહ્યું હતું કે 10 ડિસેમ્બરે રિયાધમાં એક મોટી ઈવેન્ટ શરૂ થશે. હવે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. જેને ‘દા-બેંગ’ ટુર નામ આપવામાં આવ્યું છે. આ ટૂરમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે. આ ટૂરમાં શિલ્પા શેટ્ટી, સાઈ માંજરેકર, પ્રભુ દેવા, સુનીલ ગ્રોવર, કમલ ખાન અને ગુરુ રંધાવાનું નામ સામેલ છે, આ સેલેબ્સની યાદીમાં જેકલીનનું પણ નામ હતું.

આ પણ વાંચો –

Vijay Hazare Trophy 2021: સૌરાષ્ટ્રનો લાગલગાટ ત્રીજો શાનદાર વિજય, હૈદરાબાદ સામે 7 જીત, હાર્વિક દેસાઇની અણનમ સદી, પ્રેરક માંકડની 4 વિકેટ

આ પણ વાંચો –

PM Narendra Modi: ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે વડાપ્રધાન મોદી હંમેશા અગ્રેસર, હવે 13 ડિસેમ્બરે કાશી-વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">