Cricket: પાકિસ્તાની ક્રિકેટરની પત્ની ભારતીય અભિનેતાના ફિટનેસની દિવાની થઈ, પતિ માટે કહ્યું આમ

|

Jun 17, 2021 | 11:20 PM

પાકિસ્તાનમાં ભારતીય અભિનેતાની બોડીએ જાણે કે આગ લગાવી દીધી છે. એક ક્રિકેટર પત્નીએ તો ભારતીય અભિનેતાની બોડી જોઈને ટીપ્સ જ માંગી લીધી છે.

Cricket: પાકિસ્તાની ક્રિકેટરની પત્ની ભારતીય અભિનેતાના ફિટનેસની દિવાની થઈ, પતિ માટે કહ્યું આમ
Azhar Mahmood-Ebba Qureshi-Bobby Deol

Follow us on

પાકિસ્તાનમાં ભારતીય અભિનેતાની બોડીએ જાણે કે આગ લગાવી દીધી છે. એક ક્રિકેટર પત્નીએ તો ભારતીય અભિનેતાની બોડી જોઈને ટીપ્સ જ માંગી લીધી છે. વાત છે, પાકિસ્તાનના દિગ્ગજ ગણાતા પૂર્વ ક્રિકેટર અઝહર મહેમૂદ (Azhar Mahmood)ની પત્નીની. તેની પત્ની એબા કુરેશી (Ebba Qureshi)ને કદાચ તેનો ક્રિકેટર પતિ ફીટનેસમાં નબળો લાગી રહ્યો છે. મહમૂદની પત્નીએ ભારતીય બોલીવુડના અભિનેતા બોબી દેઓલ (Bobby Deol) પાસે તેના પતિ માટે ટિપ્સ જ માંગી લીધી છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

બોબી દેઓલની બોડી જોઈને જ આમ તો સ્વાભાવિક છે કે વાહ બોલાઈ જાય. જોકે, હવે તેની ફિટનેસની ફિદા પાકિસ્તાનમાં પણ યુવતીઓ થવા લાગી છે. વાત એમ છે કે, ગત મંગળવારે બોબી દેઓલે પોતાનો એક નાનકડો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. આ વીડિયો ક્લીપમાં 52 વર્ષીય બોબી દેઓલ જવાન દેખાય છે, પરંતુ તેની ફીઝીક પણ કમાલની લાગી રહી છે.

 

તેની કમાલની ફિઝીક એબા કુરેશીને ખૂબ પસંદ આવી ગઈ. પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરની પત્ની એબાએ બોબીનો વીડિયો જોતા જ જાણે કે ફ્લેટ જ થઈ ગઈ. અઝહર મહેમૂદની પત્નીએ વીડિયો પર રીએક્ટ કરી દઈ, થોડીક ટીપ્સ પોતાના પતિ માટે માંગી લીધી. એબા કુરેશીએ લખ્યુ હતુ, ઓ માય ગોડ બોબી. ફરીથી જવાન થઈ રહ્યો છે. થોડીક ટીપ્સ મારા પતિને પણ આપી દો.

 

 

પત્નીએ તો જે ટીપ્સ માંગવાની હતી, એ માંગી લીધી. જોકે જેવી રીતે અઝહર મહેમૂદને તેની પત્નીની ટ્વીટનો ખ્યાલ આવ્યો તેણે પણ રિપ્લાય લખી દીધો. તેણે પત્ની અને બોબી બંનેને રિપ્યાલ કરતા મજાકમાં લખ્યુ, બોબી યાર મારી નંખાવીશ. જેની પર બોબી દેઓલ એ પણ જવાબ આપ્યો સોરી યાર.

 

મહમૂદનું ક્રિકેટ કરિયર

અઝહર મહેમૂદ અને એબા કુરેશીના લગ્ન 2003માં થયા હતા. 2011માં તેમણે બ્રિટીશ નાગરીકતા મેળવી લીધી હતી. અઝહર મહેમૂદે ઓલરાઉન્ડરના રુપમાં પાકિસ્તાન માટે 164 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 162 વિકેટ ઝડપી છે, ઉપરાંત 2415 રન બનાવ્યા છે.

Next Article