AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણવીર સિંહે કરાવ્યું નગ્ન ફોટોશૂટ, વાયરલ થયેલ તસવીરોથી સર્જાયો વિવાદ

ન્યૂડ ફોટોશૂટને લઈને રણવીરે કહ્યું કે ફિઝિકલી ન્યૂડ બનવું મારા માટે બહુ નાની વાત છે. આ ફોટોશૂટ કરવામાં મારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેણે કહ્યું કે મારા માટે બધાની સામે નગ્ન થવું ખૂબ જ સરળ છે.

રણવીર સિંહે કરાવ્યું નગ્ન ફોટોશૂટ, વાયરલ થયેલ તસવીરોથી સર્જાયો વિવાદ
Ranveer Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 8:21 AM
Share

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) તેની અસામાન્ય ફેશન માટે જાણીતો છે. તે તેના ડ્રેસિંગ સેન્સ માટે ઘણી વખત ટ્રોલ થયો છે. ક્યારેક તેનો એરપોર્ટ લૂક વાયરલ થાય છે તો ક્યારેક તે અજીબ કપડા પહેરીને એવોર્ડ શો અને ઈવેન્ટ્સમાં પહોંચે છે. આ વખતે તે તેના કપડાં માટે નહીં પરંતુ તેના ફોટોશુટને કારણે વિવાદમાં આવ્યો છે. વાસ્તવમાં બોલિવૂડના ટોચના અભિનેતા રણવીર સિંહે એક મેગેઝીનના કવર પેજ માટે ન્યૂડ ફોટોશૂટ (Nude photoshoot) કરાવ્યું છે.

રણવીરે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું

અભિનેતા રણવીર સિંહ તેની એક્સ્ટ્રારંગી ફેશન પછી તેની નગ્ન તસવીરોથી મનોરંજન ક્ષેત્રે હોબાળો મચ્યો છે. રણવીર સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. રણવીર સિંહે એક ખાનગી મેગેઝીનના કવરપેજ માટે ન્યૂડ પોઝ આપ્યો છે. આ તસવીરોમાં તેણે પોતાનું પરફેક્ટ બોડી બતાવ્યું છે, પરંતુ તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરોમાં રણવીરે કંઈપણ પહેર્યા વિના પોઝ આપ્યા છે. તેનું આ ફોટોશૂટ બર્ટ રેનોલ્ડ્સના નેકેડ કવરથી પ્રેરિત છે.

ફોટો વાયરલ થઈ રહ્યો છે

રણવીર સિંહનું આ ફોટોશૂટ આગ જે ઝડપે પ્રસરે છે તેની જેમ જ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થયું છે. ફોટોશૂટ માટે તેણે કેમેરાની સામે તેના તમામ કપડા ઉતારી દીધા હતા અને તુર્કી ગાલીચા પર પોઝ આપ્યા છે. રણવીર સિહના વાયરલ થયેલા ન્યૂડ ફોટામાં વિવિધ પોઝ છે. આ ફોટોશૂટમાં રણવીર કેમેરાની સામે તેના પરફેક્ટ મસ્ક્યુલર બોડીને ન્યૂડ ફ્લોન્ટ કરતો જોવા મળે છે.

ટ્રોલ થયો

આ ન્યૂડ ફોટોશૂટમાં કેટલાક ફેન્સ રણવીરના આત્મવિશ્વાસપૂર્ણ, બોલ્ડ અને સેક્સી લુકના વખાણ કરી રહ્યા છે. તો બીજી બાજુ તે ફરી એકવાર ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે. લોકો તેના લુકની મજાક ઉડાવી રહ્યા છે. અને તેના આ ફોટોશુટને અશોભનીય ગણાવી રહ્યાં છે.

ન્યૂડ ફોટોશૂટ પર રણવીરે શું કહ્યું?

ન્યૂડ ફોટોશૂટને લઈને રણવીરે કહ્યું કે ફિઝિકલી ન્યૂડ બનવું મારા માટે બહુ નાની વાત છે. આ ફોટોશૂટ કરવામાં મારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેણે કહ્યું કે મારા માટે બધાની સામે નગ્ન થવું ખૂબ જ સરળ છે. હું મારા કેટલાક અભિનયમાં નગ્ન થઈ શકુ છું. તેણે કહ્યું કે તમે મારો આત્મા જોઈ શકો છો કે તે કેટલો નગ્ન છે ? તેણે કહ્યું કે હું 1000 લોકોની સામે મારા કપડા ઉતારીને શારીરિક રીતે નગ્ન થઈ શકું છું. મને તેનો વાંધો નથી, પરંતુ લોકો અસ્વસ્થતા અનુભવે છે. તેણે કહ્યું કે હું મારા કામમાં મારા સો ટકા આપવા માંગુ છું.

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">