Brahmastra: પ્રથમ દિવસે ‘બ્રહ્માસ્ત્ર’નું કેટલું કલેક્શન? રણબીરે તેની ફિલ્મ ‘સંજુ’ને પછાડી

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ 'સંજુ'ના ઓપનિંગ ડેના આંકડાને પાછળ છોડી દીધા છે. રિલીઝના પહેલા દિવસે 'બ્રહ્માસ્ત્ર' રણબીરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

Brahmastra: પ્રથમ દિવસે 'બ્રહ્માસ્ત્ર'નું કેટલું કલેક્શન? રણબીરે તેની ફિલ્મ 'સંજુ'ને પછાડી
Brahmastra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 1:42 PM

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ (Brahmastra) નોન-હોલિડે હોવા છતાં લગભગ 35-36 કરોડના કલેક્શન સાથે જોરદાર ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મે રણબીર કપૂરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ ‘સંજુ’ને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મે વર્ષ 2018માં પ્રથમ દિવસે 34.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

‘બ્રહ્માસ્ત્ર’એ ઓપનિંગ ડે પર જબરદસ્ત કરી હતી કમાણી

‘બ્રહ્માસ્ત્ર’ના સારા એડવાન્સ બુકિંગના આંકડાઓએ આશા જગાવી હતી કે, આ ફિલ્મ હિન્દી, મલયાલમ, કન્નડ, તમિલ અને તેલુગુ સહિત પાંચ ભાષાઓમાં રિલીઝના પહેલા જ દિવસે અજાયબી કરી શકે છે. જો કે, રણબીર કપૂરે તેની ફિલ્મ વિશે કહ્યું હતું કે, તે એડવાન્સ બુકિંગના આંકડાઓને ગંભીરતાથી લઈ શકતા નથી કારણ કે, ‘જ્યાં સુધી દર્શકો ફિલ્મ નહીં જુએ ત્યાં સુધી રમત શરૂ થતી નથી’.

આગામી દિવસોમાં વધુ કરી શકે છે કમાણી

એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર ‘બ્રહ્માસ્ત્ર’ એ તેના તમામ વર્ઝનમાં લગભગ 35-36 કરોડની કમાણી કરી છે. જે મૂળ હિન્દી કન્ટેન્ટ માટે સૌથી વધુ કમાણી કરનારી નોન-હોલિડે ફિલ્મ બની. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દી વર્ઝનનું કલેક્શન લગભગ 32-33 કરોડ નેટ હશે. આ ફિલ્મે સપ્તાહના અંતે લગભગ $8-10 મિલિયનનું વિદેશી કલેક્શન પણ સાઈન કર્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

એડવાન્સ બુકિંગમાં જ 11 કરોડ રૂપિયાની વેચાઈ હતી ટિકિટ

‘બ્રહ્માસ્ત્ર’નું એડવાન્સ બુકિંગ ખુલ્યા બાદ બુધવારે રાત સુધી 11 કરોડ રૂપિયાની ટિકિટો વેચાઈ ગઈ હતી. આને મહામારી પછીના સમયગાળામાં બોલિવૂડની કોઈપણ ફિલ્મ માટે શ્રેષ્ઠ એડવાન્સ બુકિંગના આંકડા તરીકે જોવામાં આવ્યા હતા. જો કે, ફિલ્મને વિવેચકો દ્વારા મિશ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી – ધ કન્ક્લુઝન’ એ નોન-હોલીડેમાં 41 કરોડના કલેક્શન સાથે સૌથી વધુ ઓપનિંગ કર્યું હતું, જે એક રેકોર્ડ છે. આ ફિલ્મ એકસાથે તેલુગુ અને તમિલમાં શૂટ કરવામાં આવી હતી અને હિન્દીમાં ડબ કરવામાં આવી હતી.

VFXનો વ્યાપક ઉપયોગ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મમાં VFXનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે અથવા આપણે કહી શકીએ કે, તેમાંથી 80 ટકા VFX પર આધારિત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત મૌની રોય, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને નાગાર્જુન અક્કીનેની જેવા કલાકારો પણ છે. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">