AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cocktail 2 Review : યુવાનોની સૌથી પ્રિય ‘કોકટેલ 2’, શાહિદ, કૃતિ અને રશ્મિકાની રોમેન્ટિક ફિલ્મ, જાણો કેવી છે?

બોલિવૂડની ‘કોકટેલ 2’ શાહિદ, કૃતિ અને રશ્મિકાને લઈને આધુનિક સંબંધોની જટિલતા દર્શાવે છે. આ રોમેન્ટિક ફિલ્મ પ્રેમ ત્રિકોણ, કમિટમેન્ટનો ડર અને યુવાનોની લાગણીઓને વાસ્તવિકતાથી રજૂ કરે છે.

Cocktail 2 Review : યુવાનોની સૌથી પ્રિય ‘કોકટેલ 2’, શાહિદ, કૃતિ અને રશ્મિકાની રોમેન્ટિક ફિલ્મ, જાણો કેવી છે?
| Updated on: Jun 19, 2026 | 6:59 PM
Share

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની નવી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘કોકટેલ 2’ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. વર્ષ 2012માં આવેલી ‘કોકટેલ’એ પ્રેમ, મિત્રતા અને સંબંધોની ગૂંચવણને નવી રીતે રજૂ કરી હતી અને યુવા દર્શકોમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. હવે લગભગ 14 વર્ષ બાદ નિર્દેશક હોમી અદજાનિયા નવી સ્ટારકાસ્ટ અને નવી કહાની સાથે ‘કોકટેલ 2’ લઈને આવ્યા છે. સૌથી મોટો સવાલ એ હતો કે શું આ ફિલ્મ આજની પેઢીના સંબંધોની જટિલતાઓને એટલી જ અસરકારક રીતે રજૂ કરી શકશે? ફિલ્મ જો્યા બાદ કહી શકાય કે આ સવાલનો જવાબ મોટા ભાગે હકારાત્મક છે.

શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાએ પોતાના પાત્રોને જીવંત બનાવવા માટે સંપૂર્ણ મહેનત કરી છે. ફિલ્મ માત્ર એક લવ ટ્રાયએંગલ નથી, પરંતુ આજના યુવાનોના સંબંધો, કમિટમેન્ટના ડર અને લાગણીઓની અનિશ્ચિતતા પર આધારિત એક આધુનિક કહાની છે. જો એક જ વાક્યમાં ફિલ્મનું વર્ણન કરવું હોય તો કહી શકાય કે ‘કોકટેલ 2’ પ્રેમ અને મિત્રતાની એવી સફર છે, જે મનોરંજન સાથે ભાવનાત્મક સ્પર્શ પણ આપે છે.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની કુણાલ (શાહિદ કપૂર) અને દિયા (રશ્મિકા મંદાના)ની આસપાસ ફરે છે. બંને કોલેજ સમયથી એકબીજાને પ્રેમ કરે છે અને વર્ષોથી સંબંધમાં છે. પરંતુ સમય જતાં તેમની વિચારસરણી અને જીવન પ્રત્યેની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે. દિયા હવે આ સંબંધને આગળ વધારીને લગ્ન કરવા માંગે છે, જ્યારે કુણાલ હજુ પણ કોઈ મોટી જવાબદારી લીધા વગર જીવન માણવા માંગે છે.

આ દરમિયાન બંને સિસિલીની એક ટ્રિપ પર જાય છે, જ્યાં તેમની મુલાકાત એલી (કૃતિ સેનન) સાથે થાય છે. એલી એક સ્વતંત્ર વિચારો ધરાવતી, નિર્ભય અને પોતાના નિયમો પર જીવતી યુવતી છે. તેની એન્ટ્રી બાદ કુણાલ અને દિયાના સંબંધોમાં નવી ગૂંચવણો ઊભી થાય છે. પ્રેમ, આકર્ષણ, મિત્રતા અને વિશ્વાસ વચ્ચે ઝૂલતી આ કહાની આજના યુવાનોની ‘સિચ્યુએશનશિપ’ અને ‘રિલેશનશિપ એન્ઝાયટી’ને ખૂબ નજીકથી રજૂ કરે છે.

ફિલ્મ કેવી છે?

‘કોકટેલ 2’ની સૌથી મોટી ખાસિયત તેની સ્ટોરીટેલિંગ છે. ફિલ્મ શરૂઆતથી જ દર્શકોને પોતાની સાથે જોડી રાખે છે. પ્રથમ 50 મિનિટ ખાસ કરીને ખૂબ જ મજબૂત અને રસપ્રદ છે. સ્ક્રીનપ્લે ઝડપથી આગળ વધે છે અને ક્યાંય પણ બોર થવાનો મોકો આપતું નથી.

સિસિલીના સુંદર લોકેશન્સ ફિલ્મને એક ભવ્ય વિઝ્યુઅલ અનુભવ આપે છે. દરેક ફ્રેમ સુંદર રીતે ફિલ્માવવામાં આવી છે, જે ફિલ્મના રોમેન્ટિક અને ભાવનાત્મક માહોલને વધુ મજબૂત બનાવે છે. ફિલ્મ સંબંધોની જટિલતાઓને કોઈ મોટા ડ્રામા વગર સ્વાભાવિક રીતે રજૂ કરે છે, જે તેને વધુ રિયલિસ્ટિક બનાવે છે.

ડાયરેકશન

હોમી અદજાનિયા ફરી એકવાર સાબિત કરે છે કે તેમને આધુનિક સંબંધોની સમજ ખૂબ સારી છે. તેમણે કોઈ એક પાત્રને સંપૂર્ણ રીતે સાચું કે ખોટું બતાવવાનો પ્રયાસ કર્યો નથી. કુણાલ, દિયા અને એલી ત્રણેયના નિર્ણયો, ભૂલો અને લાગણીઓને સમાન મહત્વ આપવામાં આવ્યું છે.

ફિલ્મની એડિટિંગ ટાઈટ છે અને સ્ટોરીનો ફ્લો સતત જળવાઈ રહે છે. જ્યાં હસાવવાની જરૂર હોય ત્યાં કોમિક ટાઈમિંગ અસરકારક છે અને જ્યાં લાગણીઓ વ્યક્ત કરવાની જરૂર હોય ત્યાં શાંતિનો પણ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે.

કલાકારોની એક્ટિંગ

અભિનયની વાત કરીએ તો શાહિદ કપૂર ફરી એકવાર પોતાની ક્ષમતાનો પુરાવો આપે છે. ભાવનાત્મક દ્રશ્યોમાં તેમની અભિવ્યક્તિ દર્શકોને સીધી અસર કરે છે. ઘણા દ્રશ્યોમાં તેઓ એકલા હાથે આખી ફિલ્મને આગળ ધપાવતા નજરે પડે છે.

રશ્મિકા મંદાનાએ દિયાના પાત્રને ખૂબ જ સરળતા અને પરિપક્વતા સાથે રજૂ કર્યું છે. તેમના પાત્રની આંતરિક ઉથલપાથલ અને લાગણીઓ આંખો દ્વારા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.

જોકે ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ કૃતિ સેનન સાબિત થાય છે. એલીના પાત્રમાં તેઓ ઊર્જા, આત્મવિશ્વાસ અને ભાવનાત્મક ઊંડાણનો સુંદર સમન્વય રજૂ કરે છે. તેમનું પાત્ર ક્યાંક ને ક્યાંક પહેલી ફિલ્મની વેરોનિકાની યાદ અપાવે છે, પરંતુ કૃતિએ તેને પોતાની આગવી ઓળખ આપી છે. તેમની સ્ક્રીન પ્રેઝન્સ એટલી મજબૂત છે કે તેઓ દરેક દ્રશ્યમાં અલગ છાપ છોડી જાય છે.

‘કોકટેલ 2’ માત્ર એક રોમેન્ટિક ફિલ્મ નથી, પરંતુ આજના યુવાનોના સંબંધોની વાસ્તવિકતાઓને સમજવાનો પ્રયાસ છે. સુંદર લોકેશન્સ, મજબૂત અભિનય, લાગણીસભર પળો અને સંતુલિત ડાયરેકશન ફિલ્મને ખાસ બનાવે છે. જો તમને પ્રેમ, મિત્રતા અને લાગણીઓથી ભરપૂર આધુનિક રોમેન્ટિક ડ્રામા પસંદ હોય, તો ‘કોકટેલ 2’ ચોક્કસપણે તમારી વોચલિસ્ટમાં હોવી જોઈએ.

Cocktail 2માં ધમાલ મચાવનારી રશ્મિકા મંદાના અને કૃતિ સેનનમાંથી કોણ વધારે પૈસાદાર ?

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">