Chandrashekhar Death: રામાયણનાં ” સુમંતનું ” 97 વર્ષની ઉંમરે નિધન, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું

|

Jun 16, 2021 | 5:54 PM

Chandrashekhar Death : ટીવીના લોકપ્રિય સિરિયલ 'રામાયણ'માં (Ramayan) સુમંતનું પાત્ર ભજવનાર ચંદ્રશેખરનું 97 વર્ષની ઉમરે નિધન થયું. ચંદ્રશેખરના પુત્ર અશોક ચંદ્રશેખરે પિતાના નિધનની પુષ્ટિ કરી હતી.

Chandrashekhar Death: રામાયણનાં  સુમંતનું  97 વર્ષની ઉંમરે નિધન, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું
Chandrashekhar vidya

Follow us on

Chandrashekhar Death : ટીવીની લોકપ્રિય સીરિયલ “રામાયણ”ના વધુ એક પાત્રએ આજે ​​દુનિયાને અલવિદા કરી છે, પ્રખ્યાત અભિનેતા ચંદ્રશેખરનું 97 વર્ષની વયે અવસાન થયું છે. ચંદ્રશેખરના પુત્ર અશોકે પિતાના નિધનની પુષ્ટિ કરી હતી.

ચંદ્રશેખરનો જન્મ 7 જુલાઈ 1922ના થયો હતો, તેમનું જીવન શરૂઆતથી જ સંઘર્ષથી ભરેલું હતું. ચંદ્રશેખરે 13 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. જેના કારણે તેઓ સાત પછી અભ્યાસ કરી શક્યા નહોતા. એક સમયે ચંદ્રશેખરે ચોકીદારી તથા ટ્રોલી ખેંચવાનું કામ પણ કર્યું હતું. ઉપરાંત 1985થી લઈ 1996 સુધી તેમણે સિને આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)ના પ્રમુખ તરીકે કામ કર્યું હતું.

આ ફિલ્મોમાં કર્યું હતું કામ

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

રામાયણ પહેલા ચંદ્રશેખરે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, તે 1950ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહ્યા હતા. તેમણે ” ઔરત તેરી યહી કહાની ” ફિલ્મથી ડેબ્યુ  કર્યું હતું. બાદમાં કાળી ટોપી લાલ રૂમાલ,  સ્ટ્રીટ સિંગર,  રુસ્તમ-એ-બગદાદ,  કટી પતંગ, વસંત બિહાર અને શરાબી ફિલ્મોમાં મહત્વની ભુમિકા નિભાવી ચુક્યા છે. ચંદ્રશેખરે 1953માં રિલીઝ થયેલી ફિલ્મમેકર વી. શાંતારામની ફિલ્મ “સુરંગ” માં પ્રથમ વખત હીરોની ભૂમિકા પણ ભજવી હતી.

રામાયણમાં નિભાવ્યું હતું “સુમંત”નું પાત્ર

1950ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહી ચુકેલા ચંદ્રશેખરે રામાયણમાં “સુમંત”નું પાત્ર ભજવ્યું હતું અને સુમંત પાત્રથી જ ચંદ્રશેખર લોકપ્રિય થયા હતા. જ્યારે તેમણે ‘સુમંત’નું પાત્ર ભજવ્યું ત્યારે તેમની ઉંમર 65 વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય અભિનેતા ચંદ્રશેખરનું નિધન થતા ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Next Article