AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2 : ગ્રીન સાડી, વાંકડિયા વાળ અને કડક વર્તનમાં જોવા મળી કંગના રનૌત, ફર્સ્ટ લુક સામે આવ્યો

Chandramukhi 2 : ચંદ્રમુખી 2નો કંગના રનૌતનો ફર્સ્ટ લુક બહાર આવ્યો છે. પોસ્ટરમાં કંગના મહેલની અંદર પોઝ આપતી જોવા મળી રહી છે. તેના લુકથી ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા છવાઈ ગઈ છે.

Chandramukhi 2 : ગ્રીન સાડી, વાંકડિયા વાળ અને કડક વર્તનમાં જોવા મળી કંગના રનૌત, ફર્સ્ટ લુક સામે આવ્યો
Chandramukhi 2
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 8:52 PM
Share

કંગના રનૌતની હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી 2’માં અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. લાયકા પ્રોડક્શન્સે ‘ચંદ્રમુખી 2’ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં કંગના રનૌત લીલા રંગની સાડીમાં જોવા મળી રહી છે. કંગના સાડી સાથે હેવી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે. તેના આ લુક બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ  પણ વાંચો : બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી અદિતિ રાવ હૈદરી, લોકોને લાગ્યું કંગના રનૌત છે, એક્ટ્રેસની પ્રતિક્રિયા થઈ વાયરલ, જુઓ Video

કંગના પોસ્ટરમાં મહેલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. પોસ્ટર શેર કરતી વખતે, લાઇકા પ્રોડક્શન્સે કેપ્શનમાં લખ્યું- ‘સુંદરતા અને પોઝ જે આપણું ધ્યાન ખેંચે છે! આ ફિલ્મમાં ચંદ્રમુખીમાંથી ચંદ્રમુખી-2માં કંગના રનૌતનો સુંદર, અદભૂત અને પ્રથમ આકર્ષક દેખાવ રજૂ કરવામાં આવ્યો છો. આ ગણેશ ચતુર્થીએ ફિલ્મ હિન્દી, તમિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થઈ રહ્યું છે!

Lyca Productions એ કંગનાનો વીડિયો શેર કર્યો છે

જણાવી દઈએ કે આ પહેલા લાયકા પ્રોડક્શન્સે પણ કંગનાનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કંગનાની અલગ-અલગ ફિલ્મો ‘મણિકર્ણિકા’થી લઈને ‘ચંદ્રમુખી 2’ના પાત્રો દર્શાવવામાં આવ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘આતુરતાનો અંત આવ્યો! જે રાણીએ વર્ષો સુધી પોતાની સુંદરતા, નીડરતા અને ચારિત્ર્ય સાથે આપણા દિલ પર રાજ કર્યું તે પાછી આવી ગઈ છે! વધુમાં લખ્યું છે કે આવતીકાલે સવારે 11 વાગ્યે અમે ચંદ્રમુખી 2નો કંગનાનો પહેલો લુક રિલીઝ કરીશું!

(Credit Source : Lyca Producation)

આ ફિલ્મ 5 ભાષાઓમાં થશે રિલીઝ

ચંદ્રમુખી 2′ ફિલ્મ તમિલ હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી’ની સિક્વલ છે. આ ફિલ્મમાં કંગના રનૌત રાજાના દરબારમાં ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે, જે પોતાની પ્રતિભા અને સુંદરતા માટે જાણીતી હતી. ચંદ્રમુખી 2માં કંગનાની સાથે રાઘવ લીડ રોલમાં જોવા મળશે. લાયકા પ્રોડક્શન્સ અને સુબાસ્કરનની આ ફિલ્મ સપ્ટેમ્બરમાં તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

આવનારી છે આ ફિલ્મો

‘ચંદ્રમુખી 2’ સિવાય કંગના રનૌત અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે. જેમાં ‘તેજસ’ ફિલ્મમાં ભારતીય વાયુસેનાના પાયલટના રોલમાં જોવા મળશે. તો ફિલ્મ ‘ઇમરજન્સી’માં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">