Cannes Film Festival 2022: હિના ખાન ફરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે, ફ્રાન્સ જવાની કરી રહી છે તૈયારી

|

May 11, 2022 | 4:59 PM

હિના ખાન ફરી એકવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં (Cannes Film Festival 2022) ધમાલ મચાવવા માટે તૈયાર છે. અગાઉ, હિનાએ વર્ષ 2019માં કાન્સના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું.

Cannes Film Festival 2022: હિના ખાન ફરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે, ફ્રાન્સ જવાની કરી રહી છે તૈયારી
Hina Khan will return again at Cannes Film Festival
Image Credit source: Instagram

Follow us on

‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022’ (Cannes Film Festival 2022) ટૂંક સમયમાં ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ટેલિવિઝનની સૌથી લોકપ્રિય અભિનેત્રી હિના ખાને (Hina Khan) ડેબ્યૂ કર્યું હતું. હિનાએ વર્ષ 2019માં કાન્સના રેડ કાર્પેટ ડેબ્યૂ કર્યું હતું. જે પછી ત્રણ વર્ષ બાદ ફરી એકવાર અભિનેત્રી કાન્સના રેડ કાર્પેટ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. 2019 માં ફ્રેન્ચ રિવેરા ખાતે પ્રભાવશાળી શરૂઆત કર્યા પછી, હિના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હિના ખાન તેની ઈન્ડો અંગ્રેજી ફિલ્મ ‘કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડ’ના પ્રમોશન માટે રેડ કાર્પેટનો ભાગ બનવાની તૈયારી કરી રહી છે.

વર્ષ 2019 માં કેન્સ ડેબ્યૂ દરમિયાન, હિના ખાન રેડ કાર્પેટ પર ધમાલ કરીને લાઇમલાઇટમાં આવી હતી. તે વર્ષ હિના માટે ખૂબ જ ખાસ સાબિત થયું. આ અભિનેત્રીએ રેડ કાર્પેટનો હિસ્સો બનીને તે વર્ષની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાં પોતાનું નામ બનાવ્યું. નોંધપાત્ર રીતે, હિના ખાને તેના પ્રથમ વર્ષમાં બે વાર રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. જે બાદ તેના બંને લુક્સે ફેન્સને તેના દિવાના બનાવી દીધા હતા. આ સાથે તેની આ માટે ખૂબ પ્રશંસા પણ થઈ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફેન્સ હિનાના લુકની રાહ જોઈ રહ્યા છે

જો કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં હિના ખાનની ભાગીદારી અંગે કોઈ સત્તાવાર જાહેરાત પ્રાપ્ત થઈ નથી. પરંતુ, અહેવાલો મુજબ, હિનાએ આ વર્ષે ફરી એકવાર તેના ચાહકોને ઘાયલ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ સમાચાર પછી ચાહકોમાં હિનાના લુકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તેઓ અભિનેત્રીના અભિનયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હિનાએ ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઘણા વર્ષો સુધી આ સિરિયલમાં કામ કર્યા બાદ હિનાએ આ સિરિયલથી દૂરી બનાવી અને વેબ સિરીઝ તરફ વળી. હિના ઘણા રિયાલિટી શોનો ભાગ પણ રહી ચુકી છે. જ્યાં તેણે દર્શકોની નજરમાં પોતાની પુત્રવધૂની ઈમેજ બદલી નાખી.

Next Article