CBFC New Guidelines : 35 વર્ષ પછી સેન્સર બોર્ડના નિયમો બદલાયા! ડ્રગ્સ અને હિંસા અંગેની નવી ગાઈડલાઈન વિશે જાણો
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે 1991થી અમલમાં રહેલા 35 વર્ષ જૂના નિયમોને બદલે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડે ભારતીય સિનેમા અને ફિલ્મ નિર્માતાઓ માટે એક મોટો ફેરફાર અમલમાં મૂક્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મોના પ્રદર્શન અને પ્રમાણપત્ર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ 6 ડિસેમ્બર 1991થી ચાલી રહ્યા છે. 35 વર્ષ જુના ફ્રેમવર્કનું સ્થાન લેશે. આ રિવાઈઝ ગાઈડલાઈનમાં પડદાં પર દેખાડવામાં આવનાર ગુનો, હિંસા, નશીલા પદાર્થોનું સેવન, સ્મોકિંગ, યૌન સામગ્રી, મહિલાઓ, બાળકો જાનવરોનું ચિત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દર્શ્યો માટે સ્પષ્ટ સીમાઓ નક્કી કરવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે, આ નિયમોનો મુખ્ય ઉદ્દેશય કલાતમ્ક અભિવ્યક્તિ અને રચનાત્મક સ્વતંત્રતાની રક્ષા કરતા સમાજના બદલતા મુલ્યોની સાથે તાલમેલ બેસાડવાનો છે.
સેન્સર બોર્ડના આ નવા ફ્રેમવર્કમાં સિનેમાની ઉત્કૃષ્ટતા અને રચનાત્મક આઝાદીને પ્રોત્સાહન આપવાની સાથે -સાથે સામાજિક સંવેદનશીલતા બનાવી રાખવા પર જોર આપવામાં આવ્યું છે. સરકારના મુજબ ફિલ્મ સર્ટિફિકેશનનો હેતુ બિનજરૂરી પ્રતિબંધો લાદવાનો નથી, પરંતુ જવાબદાર સ્ટોરી કહેવા અને સર્જનાત્મક અભિવ્યક્તિ વચ્ચે સંતુલન જાળવવાનો છે. તેનો ઉદ્દેશ્ય ચાહકોને સ્વચ્છ અને સ્વસ્થ મનોરંજન પૂરું પાડવાનો છે.
હિંસા, ગુનો અને ક્રુરતા પર સખત નજર
- નવી ગાઈડલાઈન હેઠળ અસામાજિક ગતિવિધિઓ અને હિંસાના દ્રશ્યો પર સખત પ્રતિબંધ છે. જે અસામાજિક પ્રવૃત્તિઓ અને હિંસાને ન્યાયી ઠેરવે છે અથવા તેનું મહિમા કરે છે.
- ફિલ્મોમાં ગુનેગારો દ્વારા અપનાવવામાં આવેલી રીતોને એ રીતે ન દેખાડી શકાય. જેનાથી દર્શક અને યુવા ગુનો કરવા માટે પ્રેરિત થાય.
- માત્ર મનોરંજન અથવા સનસની ફેલાવવા માટે કારણ વગર દેખાડવામાં આવતી હિંસા,ક્રુરતા અને ભયાનક હોરર સીન પર સીબીએફસીની કડક નજર છે.
- આનો મતલબ એ નથી કે, ફિલ્મો ગુનો કે ગંભીર વિષય પર ન બની શકે. પરંતુ આવા દ્રશ્યો ફિલ્મની સ્ટોરી સાથે જોડાયેલા હોવા જોઈએ, તેનો ઉપયોગ ફક્ત આઘાતજનક મૂલ્ય માટે કરી શકાતો નથી.
મહિલા , બાળકો, જાનવર અને દિવ્યાંગોના ચિત્ર પર કડક નિર્દેશ
1. બાળકોનું રક્ષણ: બાળકોને બિનજરૂરી રીતે પીડિતો, ગુનેગારો અથવા હિંસાના સાક્ષીઓ તરીકે દર્શાવવા પર પ્રતિબંધ રહેશે. બાળ દુર્વ્યવહાર દર્શાવતા દ્રશ્યો પણ પ્રતિબંધિત છે.
2. મહિલાઓ માટે આદર: મહિલાઓનું અપમાન કરતા અથવા નીચા દેખાતા દ્રશ્યોને મંજૂરી આપવામાં આવશે નહીં. બળાત્કાર, બળાત્કારનો પ્રયાસ અને છેડતી જેવી જાતીય હિંસા દર્શાવતા દ્રશ્યોને શક્ય તેટલું ટાળવાની સલાહ આપવામાં આવે છે. સ્ટોરી માટે આવશ્યક હોવા છતાં, તેને ગ્રાફિક અથવા વિગતવાર રીતે દર્શાવી શકાતી નથી.
3. પ્રાણીઓ અને દિવ્યાંગોનું રક્ષણ: પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અને શારીરિક કે માનસિક રીતે અપંગ વ્યક્તિઓની મજાક ઉડાવતા દ્રશ્યો સખત પ્રતિબંધિત રહેશે.
નવા નિયમોમાં નશીલી દવાઓ અને પદાર્થોના ચિત્ર પર કડક નજર રાખવામાં આવશે. જો કોઈ ફિલ્મમાં ડ્રગ્સનું સેવન, ઉપયોગ અથવા તસ્કરીના દર્શ્ય છે. તો સ્ક્રીન પર એક ખાસ ચેતવણી દેખાડવી જરુરી થશે.
CBFC ફિલ્મોમાં અશ્લીલતા, ડબલ મિનિંગવાળી વાતને લઈને પણ કહ્યું છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ પણ દ્રશ્ય, ડાયલોગ અથવા ગીત સામાન્ય માનવીય લાગણીઓને ઠેસ પહોંચાડે તેવું ન હોવું જોઈએ. આના પર સેન્સર બોર્ડની ચાપતી નજર રહેશે.
