Breaking News : રોહિત શેટ્ટીએ પહેલી વાર નેશનલ ટેલિવિઝન પર ફાયરિંગની ઘટના વિશે વાત કરી

બિગ બોસ 20ના આ વીકેન્ડ કા વાર એપિસોડમાં રોહિત શેટ્ટીએ સલમાન ખાન (Salman khan)નું સ્થાન લીધું. આ દરમિયાન, તેણે પોતાના ઘરે ફાયરિંગની ઘટનાનું વર્ણન કર્યું અને ઘરના સભ્યોને ઠપકો આપ્યો હતો.

Breaking News : રોહિત શેટ્ટીએ પહેલી વાર નેશનલ ટેલિવિઝન પર ફાયરિંગની ઘટના વિશે વાત કરી
Image Credit source: PTI
| Updated on: Oct 25, 2026 | 9:35 AM

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ 20ના આ અઠવાડિયે ખુબ ખાસ અને ધમાકેદાર રહ્યો છે. આ વખતે હોસ્ટ સલમાન ખાનની ગેરહાજરીમાં એક્શન ફિલ્મોના ડાયરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. શોમાં આવતાની સાથે જ રોહિત શેટ્ટીએ ઘરના મુદ્દાઓ,તેમની હરકતો અને ઘરમાં બનાવવામાં આવી રહેલી ખોટી વાતોનો વિરોધ કર્યો હતો. દરમિયાન, નેશનલ ટેલિવિઝન પર પહેલીવાર, તેમણે તેના ઘરે થયેલા ગોળીબાર અને બોલિવૂડ સેલિબ્રિટીઓ પર થયેલા હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો.

ફાયરિંગની ઘટનાઓથી ગભરાટ

થોડા સમયથી બોલિવુડ સેલિબ્રિટીની સુરક્ષા એક મોટો મુદ્દો બની ગઈ છે. પહેલા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું. ત્યારબાદ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયું હતુ. હવે હાલમાં ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ફાયરિંગની ઘટનાઓએ ગભરાટ ફેલાવ્યો છે. આ તણાવપૂર્ણ વાતાવરણનો ઉલ્લેખ કરતા રોહિત શેટ્ટીએ બિગ બોસના સ્ટેજ પર કહ્યું ઘરની અંદર આસિફ ખાને કાઝી તૌકીરની વાતનું સમર્થન થુકવાના મુદ્દો ઉઠાવ્યો હતો. આ લડાઈ પર રોહિત શેટ્ટીએ કહ્યું અમારા ઘરે ફાયરિંગ થઈ રહી છે. તમે લોકો થુકવા પર લાગેલા છો.

 

 

 

ગુલ્લુને કરી ખતરો કે ખેલાડીની ઓફર

એક બાજુ રોહિત શેટ્ટીએ ઘરના લોકોને ગુસ્સે થાય. તો કેટલાક સ્પર્ધકોના ખુલ્લેઆમ વખાણ પણ કર્યા હતા. તેમણે કનિકા માનની મૈચ્યોરિટીના વખાણ કરતા કહ્યું તેની ગેમ સારી છે. આ સિવાય રોહિત શેટ્ટીએ ગુલ્લુના રમતના વખાણ પણ કર્યા હતા. હસી મજાકમાં રોહિત શેટ્ટીએ ગુલ્લુને પોતાનો સ્ટંટ બેસ્ડ શો ખતરો કે ખેલાડીની ખુલ્લેઆમ ઓફર કરી હતી. તુ ખતરો કે ખેલાડીમાં આવી જા. આ સાંભળી ગુલ્લુ ખુશ થયો હતો. રોહિત શેટ્ટીએ પોતાની ફિલ્મ ગોલમાલ 4નો ઉલ્લેખ કરતા કહ્યું ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થશે. તેની તૈયારીમાં રોહિત શેટ્ટી વ્યસ્ત છે.

રોહિત શેટ્ટી સ્કાઉટને કહે છે કે તે પોતે પણ ગાળો આપે છે, અને જ્યારે કાઝી ગાળો આપે છે, ત્યારે પરિવાર ગુસ્સે થાય છે. તે આમ્રપાલીને પૂછે છે કે શું આ સાચું છે? તે કહે છે કે આવું ન કરવું જોઈએ. ત્યારબાદ રોહિત આસિફને પૂછે છે, જે ત્યાં પણ હતો અને કાઝીને ગાળો આપી રહ્યો હતો. રોહિત એ પણ સમજાવે છે કે સ્કાઉટ રસોડાના સિંકમાં મોં ધોઈ નાખે છે અને પછી થૂંકે છે.

રોડિઝ અને MTV સ્પ્લિટ્સવિલાનો વિજેતા Big Boss 20ના સ્પર્ધક ગુલ્લુનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.