Breaking News : શું બ્રેટ લી પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં ડૂબ્યો હતો ? 16 વર્ષ પછી ક્રિકેટરે મૌન તોડ્યું

પૂર્વ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર બ્રેટ લીએ પ્રીતિ ઝિન્ટા સાથેના અફેર વિશેની જુની વાત પર પહેલી વખત મૌન તોડ્યું છે. તેમણે આ અફવા સાથે જોડાયેલી સાચી વાત લોકોને જણાવી છે. તો ચાલો જાણીએ બ્રેટ લીએ અફેરને લઈ શું કહ્યું છે.

Breaking News : શું બ્રેટ લી પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં ડૂબ્યો હતો ? 16 વર્ષ પછી ક્રિકેટરે મૌન તોડ્યું
| Updated on: Aug 05, 2026 | 8:52 AM

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી હંમેશા ચર્ચામાં રહે છે. એક સમય હતો. જ્યારે તેમણે બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવી હતી પરંતુ કોઈ ખાસ કમાલ કરી શક્યો નહી. આ દરમિયાન ચર્ચાઓ એવી થઈ રહી હતી કે, તે બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાને ડેટ કરી રહ્યો છે. અનેક વર્ષો સુધી આ ડેટિંગની અફવાએ લોકોનું ધ્યાન ખેચ્યું હતુ. હવે 16-17 વર્ષ પછી ક્રિકેટરે આના પર મૌન તોડ્યું છે. તેમજ પ્રીતિ સાથે પોતાના ડેટિંગની વર્ષો જુની અફવા પર ખુલ્લીને વાત કરી છે.

બ્રેટ લીએ શું કહ્યું ?

બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન બ્રેટ લીને 2000ના દશકના અફવાઓ પર પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તે કોઈ પણ બોલિવુડ અભિનેત્રીને ડેટ કરતો ન હતો. તેમણે કહ્યું પ્રીતિ ઝિન્ટા સાથે તેના સંબંધો સારા રહ્યા છે. આજે પણ સારા ફ્રેન્ડ છે. બ્રેટ લીએ આગળ કહ્યું કે, પ્રીતિ તે સમયે પંજાબ કિંગ્સ ટીમની સહ માલકિન હતી. તે એક સમજદાર મહિલા છે અને તેના મનમાં પ્રીતિ માટે ખુબ સન્માન છે. અફવાઓના સવાલ પર તેમણે કહ્યું આવી અફવાએ તેને ક્યારેય પરેશાન કર્યો નથી. કારણ કે, તે હંમેશા સત્ય જાણે છે. લોકો જે પણ વાતો કરે પરંતુ તેને આ વાતને ક્યારેય પોતાના પર અસર થવા દીધી નથી.

2008 થી 2011 વચ્ચે અફવાઓ ઉડી

પ્રીતિ ઝિન્ટા અને બ્રેટ લીના અફેરની અફવાઓ 2008 થી 2011 દરમિયાન ચર્ચામાં રહી હતી. આ સમયે બ્રેટ લી ઈન્ડિયન પ્રીમિયર લીગ પંજાબ કિંગ્સની ટીમનો ભાગ હતો. મુંબઈની એક રેસ્ટોરન્ટમાં બંને સાથે જોવા મળ્યા બાદ આ અફવાઓએ વધુ જોર પકડ્યું હતુ. પરંતુ વર્ષ 2010માં પ્રીતિ ઝિન્ટાએ આ ચર્ચાને નકારી કાઢી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, દર વર્ષે બ્રેટ લી સાથે નામ જોડવાની જુની વાત થઈ ચૂકી છે. તેઓ માત્ર એક સારા ફ્રેન્ડ્સ છે.

પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફની વાત કરીએ તો બ્રેટ લીએ 2006માં એળિઝાબેથ કેમ્પ સાથે લગ્ન કર્યા હતા. તેને એક દીકરો છે. પરંતુ કેટલાક કારણોસર 2009માં બંને છુટાછેડા લીધા હતા. ત્યારબાદ બ્રેટ લીએ 2014માં લાના એન્ડરસન સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને 2 બાળકો છે. તો પ્રીતિ ઝિન્ટાએ 2016માં લોસ એન્જલ્સમાં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં સરોગસી દ્વારા જુડવા બાળકની માતા બની હતી. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો. પ્રીતિ ઝિન્ટા ટુંક સમયમાં બંટવારા 1947માં જોવા મળેશ. આ ફિલ્મ 14 ઓગ્સ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

 

સૌથી વધુ ભણેલી અભિનેત્રીએ છે આઈપીએલ ટીમની માલિક, 2 બાળકોની છે માતા જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.