ખૂબ જ ખાસ હતા આથિયા શેટ્ટીના કલીરે, કેએલ રાહુલ સાથે હતું ખાસ ક્નેક્શન

|

Feb 07, 2023 | 5:13 PM

23 જાન્યુઆરીએ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul Athiya Shetty Wedding) સાથે લગ્ન કર્યા. અથિયાના બ્રાઈડલ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક્ટ્રેસની સુંદર કલીરે ચર્ચામાં છે.

ખૂબ જ ખાસ હતા આથિયા શેટ્ટીના કલીરે, કેએલ રાહુલ સાથે હતું ખાસ ક્નેક્શન
KL Rahul Athiya Shetty Wedding
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડમાં આ દિવસોમાં સેલેબ્સ એક પછી એક લગ્નના બંધનમાં બંધાતા જોવા મળે છે. આ વર્ષની શરૂઆતમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન થયાં હતા. આજે એક્ટ્રેસ કિયારા અડવાણી અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાત ફેરા લેશે.

23 જાન્યુઆરીએ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. આથિયાના બ્રાઈડલ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક્ટ્રેસના સુંદર કલીરે ચર્ચામાં છે.

ખૂબ જ ખાસ હતું આથિયા શેટ્ટીના વેડિંગ કલીરે

આથિયાના કલીરેની ડિઝાઈન કરનાર મૃણાલિની ચંદ્રાએ ખુલાસો કર્યો કે જયપુર અને લખનૌના અનુભવી કારીગરો દ્વારા કલીરેને હાથથી બનાવવામાં આવ્યા હતા. તેની ખાસ વાત એ હતી કે તેના પર 50થી વધુ નાના સૂરજમુખી બનાવવામાં આવ્યા હતા, જે હાથથી બનાવવામાં આવ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Athiya Shetty Wedding Kalire

સૂરજ પર સંસ્કૃતમાં હાથથી લગ્નના સાત વચનો લખવામાં આવ્યા છે. એક સૂરજ પર આથિયા અને કેએલ રાહુલના લગ્નની તારીખ પણ 23 જાન્યુઆરી 2023 લખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મૃણાલિની ચંદ્રાએ આલિયા ભટ્ટ અને કેટરિના કૈફના લગ્નના કલીરે ડિઝાઈન કર્યા હતા. આ સાથે એક્ટ્રેસની વેડિંગ રીંગ પણ જોવા મળી હતી.

ખૂબ જ ખાસ હતો એક્ટ્રેસનો વેડિંગ આઉટફિટ

આ કપલે 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં પરિવાર અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં સિક્રેટ વેડિંગ કર્યા હતા. આ ખાસ દિવસ માટે અથિયાએ પેસ્ટલ પિંક કલરનો હેવી એમ્બેલિશ્ડ લહેંગા પહેર્યો હતો.

આ પણ વાંચો : Sid Kiara Wedding : વરરાજા સિદ્ધાર્થ દુલ્હન કિયારાને લેવા માટે પહોંચ્યો, જુઓ Viral Video

આ લહેંગાને ફેમસ ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો. આ લહેંગાને તૈયાર કરવામાં અનામિકા ખન્નાએ દસ હજાર કલાક અને 416 દિવસનો સમય લીધો હતો. આ લહેંગા સંપૂર્ણપણે હાથથી બનાવેલો હતો. લહેંગા પર સિલ્કમાં જરદોશી વર્ક અને જાલી વર્ક કરવામાં આવ્યું હતું. આ કામ કરવામાં અને લહેંગા તૈયાર કરવામાં કુલ 416 દિવસનો સમય લાગ્યો હતો. અથિયાનો દુપટ્ટો સિલ્કના દોરાથી બનેલો છે. કેએલ રાહુલે પણ ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા બનાવેલીની શેરવાની પહેરી હતી. જેમાં કેએલ રાહુલ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

Next Article