આ બોલિવુડ એકટરે કપિલ દેવની બાયોપિકની ઉડાવી મજાક, કહ્યું કે લોકો આ ફિલ્મમાં શું જોવા જશે?
બોલિવુડના સુપરસ્ટાર રણવીર સિંહ ફિલ્મ ’83’માં કપિલ દેવની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ માટે તે ખુબ મહેનત કરી રહ્યા છે. કપિલ દેવની બાયોપિક પર હવે બોલિવુડના એકટર અને પ્રોડયુસર કમાલ ખાને રિએકશન આપ્યું છે. તેમને કપિલ દેવ પર બની રહેલી બાયોપિકને લઈને વિવાદ ઉભો કર્યો છે. કમાલ ખાન બધા જ મુદ્દા પર તેમનો વિચાર મુકે છે. […]

બોલિવુડના સુપરસ્ટાર રણવીર સિંહ ફિલ્મ ’83’માં કપિલ દેવની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ માટે તે ખુબ મહેનત કરી રહ્યા છે.
કપિલ દેવની બાયોપિક પર હવે બોલિવુડના એકટર અને પ્રોડયુસર કમાલ ખાને રિએકશન આપ્યું છે. તેમને કપિલ દેવ પર બની રહેલી બાયોપિકને લઈને વિવાદ ઉભો કર્યો છે. કમાલ ખાન બધા જ મુદ્દા પર તેમનો વિચાર મુકે છે.
I really can’t understand what will ppl like to watch in a biography of Kapil Dev? He won the cricket World Cup? So? Why should I watch a film on that? Means it can become a super flop like Azhar. Kabir khan is really a bad Director who can copy only. He can’t make Original film. pic.twitter.com/xwKEE6kgkZ
— KRK (@kamaalrkhan) April 6, 2019
કમલ ખાને લખ્યું કે હું સમજી નથી શકતો કે કપિલ દેવની બાયોપિકમાં લોકો શું જોવા જશે? તેમને ક્રિકેટ વિશ્વ કપ જીત્યો? મારે તેના પર ફિલ્મ કેમ જોવી જોઈએ? કપિલદેવની બાયોપિક પણ ફિલ્મ અજહરની જેમ નિષ્ફળ થઈ શકે છે. કબીર ખાન ખાલી કોપી કરી શકે છે. તે એક સારા ડાયરેકટર નથી. તે ઓરીજનલ ફિલ્મ નથી બનાવી શકતા. બોલિવુડ એકટર કમલ ખાને આ રીતે કપિલ દેવ પર બની રહેલી ફિલ્મ ’83’ પર કહ્યું હતું.
કમલ ખાનના આ ટ્વિટ પર લોકોએ રિએકશન પણ આપ્યા હતા. રણવીર સિંહ આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ ’83’નું શુટિંગ 15 મે થી લંડનમાં શરૂ થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]