Jackie Shroff: જેકી શ્રોફને ફિલ્મ ‘Ventilator’ માટે ગુજરાત સરકાર તરફથી મળ્યો એવોર્ડ

|

Jul 10, 2023 | 8:38 PM

જેકી શ્રોફને (Jackie Shroff) ફિલ્મ 'વેન્ટિલેટર' માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મળ્યો છે. જેકી શ્રોફે એવોર્ડ મળતાં કહ્યું છે કે, આ એવોર્ડથી સન્માનિત થવા બદલ હું વિનમ્ર અને આભારી છું.

Jackie Shroff: જેકી શ્રોફને ફિલ્મ Ventilator માટે ગુજરાત સરકાર તરફથી મળ્યો એવોર્ડ
Jackie Shroff

Follow us on

બોલિવુડ એક્ટર જેકી શ્રોફે (Jackie Shroff) ફરી એક વાર તેમની બહુમુખી પ્રતિભા અને અભિનય કૌશલે સાબિત કર્યું છે કારણ કે તેને તેની ફિલ્મ ‘વેન્ટિલેટર’ (Ventilator) માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મમાં જેકી શ્રોફ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતો છે. જેકી શ્રોફની વિવિધ રોલમાં મજબૂત અભિનય કરવાની ક્ષમતાએ તેને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સમ્માનિત અને લોકપ્રિય એકટર્સમાંથી એક છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

રાજેશ માપુસ્કર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક પરિવારની સ્ટોરીની આસપાસ ફરે છે જે હોસ્પિટલમાં તેમના સંબંધીને મદદ કરવા માટે ભેગા થાય છે. જેકી શ્રોફના એક જટિલ અને ભાવનાત્મક રીતે ભાંગી પડેલા પાત્રથી દર્શકો અને વિવેચકો બંનેને પ્રભાવિત કરે છે.

વેન્ટિલેટર એક ભારતીય ગુજરાતી ડ્રામા-કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ 2016ની મરાઠી ફિલ્મ વેન્ટિલેટરનું રૂપાંતરણ છે, જે રાજેશ માપુસ્કર દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે અને પ્રિયંકા ચોપરા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, પ્રતિક ગાંધી, પ્રવિણચંદ્ર શુક્લા, સંજય ગોરાડિયા, ઉત્કર્ષ મજમુદાર, મેહુલ બુચ, સુચિતા ત્રિવેદી, તેજલ વ્યાસ, મનન દેસાઈ, કૃણાલ પંડિત જેવા કલાકારોનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

જેકી શ્રોફે કહી આ વાત

જેકી શ્રોફને ફિલ્મ ‘વેન્ટિલેટર’ માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મળ્યો છે. પોતાને માટે પુરસ્કાર મળવા વિશે વાત કરતાં જેકી શ્રોફે કહ્યું કે “હું જે પણ ભૂમિકા નિભાવું છું તે એક નવો પડકાર છે. ‘વેન્ટિલેટર’ એ એવી ફિલ્મ છે જે કરવામાં મને ખરેખર આનંદ આવ્યો અને પાત્રમાં ઘણી અલગ અલગ લાગણીઓ હતી. આ એવોર્ડથી સન્માનિત થવા બદલ હું વિનમ્ર અને આભારી છું. આ મને મારી જાતને વધુ આગળ વધારવા અને મારા ફેન્સને તેઓ જોવાનું પસંદ કરતી ફિલ્મો પ્રદાન કરવા માટે પ્રેરિત કરે છે.

આ પણ વાંચો: Urvashi Rautela Photos: ઉર્વશી રૌતેલાએ 1 મિનિટ માટે માગ્યા અધધધ રુપિયા, હજુ સુધી કોઈને મળ્યા નથી

આ ફિલ્મમાં જોવા મળશે જેકી શ્રોફ

જેકી શ્રોફે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. હવે બોલિવુડ એક્ટર જેકી શ્રોફ રજનીકાંતની અપકમિંગ ફિલ્મ જેલરમાં જોવા મળશે, જે 10 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:36 pm, Mon, 10 July 23

Next Article