
દિવંગત બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રની અસ્થિઓનું દીકરા સની દેઓલ અને બોબી દેઓલે ગંગામાં વિસર્જન કર્યું છે.આ સમગ્ર કાર્યક્રમ પણ દેઓલ પરિવારે ખુબ જ પ્રાઈવેટ રાખ્યો હતો. બંન્ને દીકરાએ અસ્થિઓનું વિસર્જન કર્યું હતુ. સની દેઓલ અને બોબી દેઓલ પોતાના દીકરા કરણ દેઓલ, રાજવીર દેઓલ તેમજ આર્યમાન દેઓલની સાથે જોવા મળ્યા હતા. સની દેઓલ અને બોબી દેઓલે પોતાના પિતાની અસ્થિનું ગંગામાં વિસર્જન કરી ડુબકી લગાવી હતી.
સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના દીકરા અને પિતાનું અસ્થિનું વિસર્જન કરવાનો વીડિયો વાયરલ થયો હતો.તમને જણાવી દઈએ કે, 24 નવેમ્બર 2025ના રોજ બોલિવુડના હિમેને દુનિયાને અલવિદા કહ્યું હતુ. ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું હતુ. તે અનેક સ્વાસ્થ સમસ્યાઓથી પીડાતા હતા.એક દિવસ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી પ્રાઈવેસીને લઈ અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ દેઓલ પરિવાર ધર્મેન્દ્રને સારવાર માટે તેના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ 24 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રનું નિધન થયું હતુ. હવે નિધનના 10 દિવસ બાદ તેમના દીકરા સની દેઓલ અને બોબી દેઓલે તેના પિતાની અસ્થિઓનું વિસર્જન કર્યું હતુ. વાયરલ થઈ રહેલા ફોટોમાં ધર્મેન્દ્રનો પૌત્ર પણ જોવા મળી રહ્યો હતો.
ધર્મેન્દ્રના અસ્થિ ગંગામાં વિસર્જન કર્યા પછી, સની દેઓલ અને બોબી દેઓલ ઈમોશનલ થયા હતા. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામા આવ્યા હતા.દેઓલ પરિવારે ધર્મેન્દ્રના મૃતદેહને તેમના ઘરેથી એમ્બ્યુલન્સમાં સ્મશાનગૃહ સુધી લઈ ગયા. મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હતો, અને ગેટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.અંતિમ સંસ્કાર પછી પ્રાર્થના સભા પણ યોજાઈ હતી, પરંતુ સની દેઓલ કે બોબી દેઓલે તેમના પિતાના મૃત્યુ અંગે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી ન હતી.