Rajpal Yadav Birthday : એક જમાનામાં કપડા સિલાઈ કરીને પરિવારનું ગુજરાન કરતા, આજે Rajpal Yadav કોમેડીનો છે બાદશાહ
Comedian Rajpal Yadav Birthday: રાજપાલ યાદવ, જેને જોઈને લોકો હસવા લાગે છે. રાજપાલ યાદવને પડદા પર કોમેડી કિંગ બનવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. એક સમયે રાજપાલ કપડાં સિવવાનું કામ કરતો હતો,
બોલિવૂડ ફિલ્મોમાં પોતાની શાનદાર કોમેડીથી લોકોને હસાવનાર રાજપાલ યાદવનો આજે જન્મદિવસ છે. રાજપાલ યાદવનો જન્મ 16 માર્ચ 1971ના રોજ યુપીના શાહજહાંપુરના એક નાના ગામમાં થયો હતો. રાજપાલ યાદવનું બાળપણ આર્થિક તંગીમાં વીત્યું હતું. હાલત એટલી ખરાબ હતી કે પરિવાર પાસે પાક્કું ઘર પણ ન હતુ. તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો.પિતાને એવો જુસ્સો હતો કે રાજપાલ યાદવ ભણે, પણ રાજપાલને કોમેડી જોવાનો અને કરવાનો શોખ હતો.
જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે નાટક અને શેરી નાટકો જોવા ગામડે જતો હતો. પરિવારની હાલત જોઈને રાજપાલ યાદવે પિતા સાથે કપડા સીવવાનું શરૂ કર્યું. પરંતુ રાજપાલના મનમાં એક્ટિંગનો કિડો હતો અને તેણે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું.
View this post on Instagram
ફિલ્મો પહેલા ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું
તેમણે લખનૌની ભારતેન્દુ નાટ્ય એકેડમી અને દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી થિયેટર અને એક્ટિંગનો અભ્યાસ કર્યો હતો. આ પછી માયાનગરી મુંબઈ ગયા. જ્યારે રાજપાલને ફિલ્મોમાં કામ મળવું ખૂબ જ મુશ્કેલ લાગ્યું ત્યારે તેણે ટીવી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. રાજપાલ યાદવને પહેલી સિરિયલ ‘સ્વરાજ’ મળી હતી. લોકોને આ સિરિયલમાં તેની એક્ટિંગ અને અદભૂત સેન્સ ઑફ હ્યુમર પસંદ આવી હતી. રાજપાલ યાદવે ‘નયા દૌર’, ‘મોહનદાસ’ અને ‘મુંગેરીલાલ કે હસીન સપને’ જેવી સિરિયલોમાં કામ કર્યું હતું.
View this post on Instagram
ફિલ્મોમાં કોમેડીનો ‘કિંગ’ બન્યો
સિરિયલોમાં કામ કરતી વખતે રાજપાલ યાદવ કોઈ ખાસ ઓળખ મેળવી શક્યો નહોતો. આ પછી વર્ષ 1999માં નિર્દેશક પ્રકાશ ઝાએ રાજપાલ યાદવને તેમની ફિલ્મ ‘દિલ ક્યા કરે’માં બ્રેક આપ્યો હતો. આ તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં તેણે અજય દેવગન, કાજોલ અને મહિમા ચૌધરી સાથે સ્ક્રીન શેર કરી હતી. આ પછી રાજપાલ યાદવ ‘મસ્ત’ અને ‘શૂલ’ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ફિલ્મ ‘જંગલ’ રાજપાલની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
કોમેડી ફિલ્મોમાં ધમાલ મચાવી
રાજપાલ યાદવ ફિલ્મોમાં વિલન બનવા માંગતો હતો, પરંતુ તેની શાનદાર કોમિક ટાઈમિંગે તેને કોમેડી હીરો બનાવી દીધો. રાજપાલ યાદવે ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘ચાંદની બાર’, ‘કંપની’ અને ‘હાસિલ’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. આ પછી તેણે ‘ચુપ ચુપકે’ ‘ભૂલ ભુલૈયા’ અને તાજેતરમાં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં છોટા પંડિતની ભૂમિકા ભજવી હતી.