બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન હાલમાં જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં દિલથી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. એક્ટર તેના ફેન્સ સાથે વાતચીત કરવા ગુરુવારે તેના પ્રોડક્શન હાઉસના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લાઈવ થયો હતો. આમાં તે કેમેરામાં પાઈપ ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો અને ત્યારથી લોકો સવાલ કરવા લાગ્યા છે કે આ બધું શું છે. તેમાંથી એક યુઝરે તો આમિરને પૂછ્યું કે શું તે ડ્રગ્સ લે છે. જુઓ પછી શું થયું.
લાઈવ દરમિયાન, આમિર તેના ફેન્સ સાથે વાત કરતી વખતે અને તેમના મેસેજનો જવાબ આપતી વખતે તેની પાઈપ સળગાવતો અને ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ એક યુઝરે એક્ટરને ટ્રોલ કરવાનું નક્કી કર્યું અને તેને ‘ડ્રગ્સ લેવાનું બંધ’ કરવા માટે કહેતો મેસેજ મોકલ્યો. ત્યારે આમિર ખાન કહી રહ્યો હતો કે, ‘હું મારા પ્રોડક્શન હાઉસ દ્વારા નવી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માંગુ છું.’
લાઈવ સેશન હેઠળ એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે તમે ડ્રગ્સ લઈ રહ્યા છો, ડ્રગ્સ લેવાનું બંધ કરો.’ અને આમિરે વાંચતા જ તે હેરાન થઈ ગયો. પરંતુ તેને પોતાનો સંયમ પાછો મેળવ્યો અને કહ્યું, ‘યાર, તું શું બોલે છે?’ લાઈવ સેશન દરમિયાન એક યુઝરે એમ પણ કહ્યું કે આમિરે તેની દીકરી આયરાના લગ્નમાં ડાન્સ કર્યો ન હતો, પરંતુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેના પર એક્ટરે જવાબ આપ્યો કે અંબાણી તેમના માટે પરિવાર સમાન છે.
આમિરે કહ્યું, ‘મેં મારી પુત્રીના લગ્નમાં અને મુકેશના પુત્રના લગ્નમાં પણ ડાન્સ કર્યો હતો કારણ કે મુકેશ મારો ખૂબ જ નજીકનો મિત્ર છે. મુકેશ, નીતા અને તેમના બાળકો મારા માટે પરિવાર જેવા છે. હું તેમના લગ્નમાં ડાન્સ કરું છું અને તેઓ પણ મારા ઘરના લગ્ન પર ડાન્સ કરે છે. સેશનના અંતમાં આમિરે વચન આપ્યું હતું કે તે તેના જન્મદિવસ પર એટલે કે 14મી માર્ચે બીજા લાઇવ સેશન સાથે પાછો આવશે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો