AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harshvarrdhan Kapoor Birthday Special: પિતા અનિલ કપૂરના કારણે હર્ષવર્ધન થયો હતો ટ્રોલ, આવો જાણીએ તેના બર્થડે પર જોડાયેલી ખાસ વાત

હર્ષવર્ધન કપૂરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે સૌથી પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેણે બોમ્બે વેલ્વેટ ફિલ્મમાં દિગ્દર્શક અનુરાગ કશ્યપને આસિસ્ટ કર્યું હતું.

Harshvarrdhan Kapoor Birthday Special: પિતા અનિલ કપૂરના કારણે હર્ષવર્ધન થયો હતો ટ્રોલ, આવો જાણીએ તેના બર્થડે પર જોડાયેલી ખાસ વાત
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 9:29 AM
Share

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે. જેમને એક્ટિંગ વારસામાં મળી છે અને તેઓ તેમના વારસાને સાચવવા અને આગળ વધારવા માટે તનતોડ મહેનત કરે છે. તેમાંથી એક છે એક્ટર હર્ષવર્ધન કપૂર (Harshvarrdhan Kapoor). હર્ષવર્ધન બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરનો પુત્ર છે. 

અનિલ કપૂરનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું મોટું સ્થાન છે. હર્ષવર્ધન કપૂર તેના પગરખામાં પગ મૂકવાને બદલે પોતાના માટે નવા જૂતા શોધી રહ્યો છે. હર્ષવર્ધન પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ અનિલ કપૂર જેવી મહાનતા માટે સખત મહેનત કરવી પડશે.

આજે બોલિવૂડ એક્ટર હર્ષવર્ધન કપૂરનો બર્થડે છે. તેમનો જન્મ 9 નવેમ્બર 1990ના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતા અનિલ કપૂર બોલિવૂડ સ્ટાર છે, તેમની માતાનું નામ સુનીતા કપૂર છે. હર્ષવર્ધનનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું પરંતુ ફિલ્મો સાથે તેનો નાનપણથી જ લગાવ હતો. તેણે લોસ એન્જલસમાંથી એડિટિંગ અને સ્ક્રીનપ્લે રાઈટિંગમાં ડિગ્રી મેળવી છે.

હર્ષવર્ધનને સોનમ કપૂર અને રિયા કપૂર, બે મોટી બહેનો છે. જ્યારે સોનમ કપૂર બોલિવૂડમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે, તો રિયા કપૂર ફેશન સ્ટાઈલિશ છે. આ સિવાય તેના કઝીન અર્જુન કપૂર અને જ્હાનવી કપૂર પણ એક્ટિંગના ક્ષેત્રમાં સક્રિય છે.

હર્ષવર્ધનના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે પહેલું કામ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કર્યું હતું. તેણે દિગ્દર્શક અનુરાગ કશ્યપને ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’માં આસિસ્ટ કર્યો હતો. આ પછી અભિનેતા તરીકે તેની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘મિર્ઝ્યા’ હતી જે 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે સૈયામી ખેર હતી. આ ફિલ્મમાં હર્ષવર્ધનને એક મોટું સ્ટેજ મળ્યું હતું. તેનું ડેબ્યુ ભવ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ સારું કલેક્શન કરી શકી ન હતી.

ભાવેશ જોશી સુપરહીરોથી વિશેષ ઓળખ મળી બે વર્ષ પછી તેણે વિક્રમાદિત્ય મોટવાણીની ફિલ્મ ‘ભાવેશ જોશી સુપરહીરો’માં કામ કર્યું, આ ફિલ્મ પણ કમાણીની દૃષ્ટિએ એવરેજ હતી, પરંતુ તેમાં તેનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ પછી તે તેના પિતા અનિલ કપૂરની ફિલ્મ ‘એકે વર્સેસ એકે’માં નાના રોલમાં જોવા મળ્યો હતો.

પછી આ વર્ષે આવેલી નેટફ્લિક્સ સિરીઝ ‘રે’ના એક એપિસોડમાં કામ કર્યું. તેણે પહેલી ફિલ્મની નિષ્ફળતા પછી ખૂબ જ કાળજી પૂર્વક ફિલ્મો પસંદ કરી અને હવે તે વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ફટાકડાના વિરોધમાં હર્ષવર્ધનને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો હર્ષવર્ધન કપૂર હાલમાં ખૂબ જ ચર્ચામાં હતો. તે અચાનક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. વાસ્તવમાં, તેણે દિવાળી પર ફટાકડા ફોડવા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તે પોસ્ટ પર તેના પિતા અનિલ કપૂરના જૂના ફોટા શેર કરવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

તે જૂની તસવીરોમાં અનિલ કપૂર ફટાકડા ફોડતો જોવા મળ્યો હતો. આ પછી હર્ષવર્ધને ઘણો ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો અને પોતાની વાત પર અડગ રહ્યા પરંતુ લોકો તેને છોડવા તૈયાર ન હતા. તે સતત ટ્રોલ થવા લાગ્યો હતો બાદમાં તેણે ટ્વીટ ડિલીટ કરવાની નોબત આવી હતી.

આ પણ વાંચો : Corona Vaccine : ભારતીયો માટે ખુશખબર, WHO બાદ હવે બ્રિટને પણ Covaxin ને આપી માન્યતા

આ પણ વાંચો : China news : ચીને એવા શું કાંડ કર્યા કે બધા જ દેશની નજર તેના પર છે, શી જિનપિંગના પ્લાનથી થર-થર કાંપે છે દુનિયા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">