અક્ષય કુમાર અને પૂર્વ ક્રિકેટર શિખર ધવન “ભૂત બંગલા”ના સેટ પર સામસામે, ટીમ ઇન્ડિયાને આ રીતે આપી શુભેચ્છા

અક્ષય કુમારની આગામી ફિલ્મ "ભૂત બંગલા" ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આગામી 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આની વચ્ચે અક્ષય કુમાર અને પૂર્વ ક્રિકેટર શિખર ધવન "ભૂત બંગલા"ના સેટ પર સામસામે આવ્યા અને ધમાલ મચાવી દીધી. ઉપરાંત, અક્ષયે સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી.

અક્ષય કુમાર અને પૂર્વ ક્રિકેટર શિખર ધવન ભૂત બંગલાના સેટ પર સામસામે, ટીમ ઇન્ડિયાને આ રીતે આપી શુભેચ્છા
| Updated on: Mar 05, 2026 | 8:11 PM

14 વર્ષ બાદ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ આવી રહી છે. તેમની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ છે, જે આગામી 10 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ સમાચારે ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાવ્યો છે. આ વખતે તેઓ હોરર-કોમેડી સાથે પાછા ફરી રહ્યા છે. તાજેતરમાં, ‘ભૂત બંગલા’ ના સેટને એક નાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. બાલાજી મોશન પિક્ચર્સે ભારતના સેમિફાઇનલ મેચ પહેલા ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જ્યાં સુપરસ્ટાર અક્ષય કુમાર શિખર ધવન સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.

સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હોય તેવો ઉત્સાહ

આ વીડિયો ‘ભૂત બંગલા’ ના સેટનો છે, જ્યાં ક્રૂ મેમ્બરે એવી રીતે ઉત્સાહ વ્યક્ત કર્યો જાણે કોઈ સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હોય. એક કેઝ્યુઅલ ગેમ તરીકે રમત શરૂ થઈ હતી. રમત ઝડપથી ‘ભૂત બંગલા’ના સેટ પરથી ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન ક્રૂ મેમ્બરો વચ્ચે લાંબા શોટ્સ અને મસ્તીનો માહોલ છવાયો.

અક્ષય કુમારે ટીમ ઈન્ડિયાને કહ્યું ગુડ લક…

આજે, 5 માર્ચે ટીમ ઈન્ડિયાનો T20 વર્લ્ડ કપનો બીજી સેમિફાઈનલનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે છે. મુંબઈના વાનખેડે મેદાન પર ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ સામે રમશે. વીડિયો શેર કરતા મેકર્સે લખ્યું, “ટીમ ઈન્ડિયાને ખુબ ખુબ શુભકામનાઓ. ભગવાન રામ આવીને ભલું કરશે બાકીનું કામ બોયઝ કરી દેશે. અમારા ખાસ મહેમાનો શિખર ધવન, અક્ષય કુમારનું ભૂત બંગલાના સેટ પર એક્શનમાં.” મેચની મજા ત્યારે વધુ વધી ગઈ જ્યારે અક્ષયે સમગ્ર ક્રૂને ખુલ્લો પડકાર આપ્યો. તેણે વિજેતા ટીમ માટે રોકડ ઈનામની પણ જાહેરાત કરી.

પહેલુ ગીત ‘રામજી આકે ભલા કરેંગે’

મેકર્સે હાલમાં જ ફિલ્મનો પહેલુ ગીત ‘રામજી આકે ભલા કરેંગે’ રીલિજ કર્યુ છે. રીલિજ પછી આ ગીત ઈન્ટરનેટ પર તેમજ બધા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. દર્શકોને આ ગીતમાં અક્ષયની એર્નજી, કોમિક ટાઈમિંગ અને ડાન્સ જોવા મળે છે.

બિગ બોસ સ્પર્ધકે પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, જાણવા માટે અહીં ક્લિક કરો..