Dream Girl 2 : જિતેન્દ્રને પણ ચડ્યો ‘ડ્રીમ ગર્લ’નો ફિવર, એકતા અને તુષારથી છુપાઈને પૂજા સાથે કરી રહ્યા છે પ્રેમભરી વાતો-જુઓ Funny video
આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2' 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આયુષ્માન ઉર્ફે પૂજા જોવા મળશે.

‘ડ્રીમ ગર્લ 2‘ની સ્ટાર કાસ્ટ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પૂજાના રોલમાં જોવા મળશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આયુષ્માન ઉર્ફે પૂજાનો જાદુ હવે બોલિવૂડ એક્ટર જિતેન્દ્ર પર પણ જોવા મળી રહ્યો છે.આયુષ્માન ખુરાનાની સુપર કોમેડી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની રિલીઝની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનો પહેલો ભાગ પણ લોકોને પસંદ આવ્યો હતો. આ વખતે ફિલ્મમાં નવા ચહેરાઓ જોવા મળવાના છે. ‘ડ્રીમ ગર્લ 2’માં આયુષ્માન ખુરાના લગભગ ચાર વર્ષ પછી ફરી પૂજા તરીકે પરત ફરી રહ્યો છે.
આ પણ વાંચો : Dream Girl 2 Trailer: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ડ્રીમ ગર્લ 2 નું ટ્રેલર થયું રિલીઝ, જુઓ Video
જિતેન્દ્ર પર ડ્રીમ ગર્લનો ફિવર
પૂજા તરીકે પોઝ આપતા આયુષ્માન ખુરાના ‘પઠાણ’ – શાહરૂખ ખાન, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ – સલમાન ખાન અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ – રણવીર સિંહ સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો છે. હવે પૂજા એકતા અને તુષારથી છુપાઈને જીતેન્દ્ર સાથે વાત કરતી જોવા મળે છે. આ વીડિયો જોઈને ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે.
પૂજા અને જીતેન્દ્રના પ્રેમની વાતો
આ વીડિયો આયુષ્માને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જિતેન્દ્ર બધાથી છુપાઈને પૂજા સાથે વાત કરતા જોવા મળે છે. તે પૂજાને બોલાવે છે અને કહે છે, ‘હેલો પૂજા…’ ત્યાંથી પૂજાનો સુંદર અવાજ સાંભળીને જિતેન્દ્ર ખુશ થઈ જાય છે, પૂજા કહે છે, ‘પાયલગુ અંકલ, જીતેન્દ્ર કહે છે અંકલ નહીં જીતુ બોલ.’ ત્યારે પૂજા કહે છે, ‘મને નામ લેતા ડર લાગે છે’ જીતેન્દ્ર કહે છે કે ‘બાય ધ વે તમે ક્યારે આવો છો’. બંનેનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
જુઓ Post………….
View this post on Instagram
(credit source : Ayushmann khurrana)
ડ્રીમ ગર્લ 2 વિશે
‘ડ્રીમ ગર્લ 2’માં તમને કોમેડી, રોમાન્સ અને ડ્રામા જોવા મળશે. એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત અને રાજ શાંડિલ્યા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 25 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે અનન્યા પાંડે લીડ રોલમાં છે.