જાણો શાહરૂખ ખાન કેમ આલિયા ભટ્ટને કહેશે ‘અમ્મા ભટ્ટ કપૂર’, ટ્વીટર પર બંનેની વાતચીત થઈ વાયરલ

|

Jan 04, 2023 | 7:18 PM

Ask SRK: એક ફેને શાહરૂખ ખાને સવાલ પૂછતા લખ્યું આલિયા તમને માત્ર SR કેમ બોલાવે છે? શાહરૂખે પોતાના ફેનના આ જવાબ પર શાનદાર જવાબ આપ્યો. તેમને લખ્યું તેનો મતલબ સ્વીટ અને રોમેન્ટીક હશે.

જાણો શાહરૂખ ખાન કેમ આલિયા ભટ્ટને કહેશે અમ્મા ભટ્ટ કપૂર, ટ્વીટર પર બંનેની વાતચીત થઈ વાયરલ
Shah Rukh Khan and Alia Bhatt
Image Credit source: File Image

Follow us on

બોલીવુડ કિંગ ખાન શાહરૂખ ખાન ફરી એક વાર AskSRK સેશનને લઈને ચર્ચામાં આવ્યા છે. આજે શાહરૂખ ખાને એક વખત ફરી ટ્વીટર પર AskSRK સેશન કર્યુ. આ દરમિયાન ફેન્સે શાહરૂખ ખાનને ઘણા સવાલ પૂછ્યા અને અભિનેતાએ તેના જવાબ પણ આપ્યા. તેની વચ્ચે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ આ સેશનમાં જોડાઈ અને પછી કિંગ ખાન સાથે વાતચીત શરૂ કરી.

એક ફેને શાહરૂખ ખાને સવાલ પૂછતા લખ્યું આલિયા તમને માત્ર SR કેમ બોલાવે છે? શાહરૂખે પોતાના ફેનના આ જવાબ પર શાનદાર જવાબ આપ્યો. તેમને લખ્યું તેનો મતલબ સ્વીટ અને રોમેન્ટીક હશે, અથવા સિનિયર કે રિસ્પેક્ટેડ હોઈ શકે છે અથવા માત્ર શાહરૂખ હશે.

શાહરૂખના ટ્વીટ પર આલિયાએ આપ્યો જવાબ

આગળ આ યૂઝર અને શાહરૂખ ખાનની વાતચીતમાં આલિયા ભટ્ટે એન્ટ્રી લીધી અને આલિયા શાહરૂખના ટ્વીટ પર જવાબ આપતા કહે છે ‘સ્વીટ અને રિસ્પેક્ટેડની જેમ ઘણુ બધુ પણ 25 જાન્યુઆરીથી હું તમને પઠાણ બોલાવવાની છું’. છેલ્લે આલિયાએ લખ્યું કે ‘જુઓ હું ક્રિએટિવ છું ને’

શાહરૂખે આલિયાને આપ્યો મજેદાર જવાબ

સવાલ અને જવાબનો આ સિલસિલો લાંબો ચાલ્યો. શાહરૂખે પણ આલિયાને પ્રેમથી જવાબ આપ્યો. આલિયાના ટ્વીટનો જવાબ આપતા શાહરૂખે લખ્યું ‘પાક્કુ લિલ વન અને હું હવે તને નાની અમ્મા બોલાવવા જઈ રહ્યો છું ભટ્ટ કપૂર’ ઉલ્લેખનીય છે કે આલિયા થોડા સમય પહેલા જ માતા બની છે. 6 નવેમ્બરે આલિયાએ દિકરીને જન્મ આપ્યો છે. જેનું નામ રાહા છે. બોલીવુડના આ બે સ્ટાર વચ્ચે થઈ રહેલી વાતચીત ટ્વીટર પર ચર્ચામાં છે. લોકોને શાહરૂખ અને આલિયાની આ ચર્ચા ખુબ જ પસંદ આવી રહી છે.

શાહરૂખની પઠાણ ફિલ્મ ક્યારે થશે રિલિઝ?

શાહરૂખ ખાન થોડા સમયથી ચર્ચામાં છે. 25 જાન્યુઆરીએ રિલિઝ થનારી તેમની ફિલ્મ પઠાણને લઈ ફેન્સ ખુબ જ ઉત્સુક છે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ 4 વર્ષ બાદ પડદા પર કમબેક કરવાનો છે. ફિલ્મના ટિઝરની વાત કરીએ તો ટિઝર પહેલા જ લોકોની સામે આવી ચૂક્યુ છે. ત્યારે 10 ડિસેમ્બરે ફિલ્મનું ટ્રેલર રિલિઝ થવાનું છે.

Next Article