AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Arjun Kapoor : અર્જુન કપૂરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરૂ કર્યું કામ, પહેલી જ ડેબ્યૂ ફિલ્મથી જ તેને ઘણી મળી પ્રશંસા

ફિલ્મોમાં આવતાં પહેલા અર્જુન કપૂરનું (Arjun Kapoor) વજન ઘણું હતું, જેને ઘટાડવામાં સલમાન ખાને ઘણી મદદ કરી. અર્જુન કપૂર સલમાન ખાનને પોતાનો પ્રેરણાસ્ત્રોત માને છે અને તેમનાથી ઘણો પ્રભાવિત રહે છે.

Happy Birthday Arjun Kapoor : અર્જુન કપૂરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરૂ કર્યું કામ, પહેલી જ ડેબ્યૂ ફિલ્મથી જ તેને ઘણી મળી પ્રશંસા
Arjun Kapoor Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 9:07 AM
Share

અર્જુન કપૂર એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. અર્જુન કપૂરને (Arjun Kapoor) તેની પ્રથમ ફિલ્મ માટે શ્રેષ્ઠ નવોદિત અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ્સમાં નામાંકિત કરવામાં આવ્યો હતો. તેણે ખૂબ જ નાની ઉંમરે બોલિવૂડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તે યુવાનોમાં ખૂબ પ્રખ્યાત છે. આજે તેમનો જન્મદિવસ (Birthday) છે. અર્જુન કપૂરનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તેનું પેટ નામ ફુબ્બુ છે. અર્જુન કપૂરના પિતાનું નામ બોની કપૂર છે. જેઓ એક મોટા ફિલ્મ નિર્માતા છે જ્યારે તેમની માતાનું નામ મોના શૌરી કપૂર હતું. તેની અંશુલા કપૂર નામની બહેન પણ છે. દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી તેમની સાવકી માતા હતી અને જાન્હવી કપૂર અને ખુશી કપૂર તેની સાવકી બહેનો છે.

આર્ય વિદ્યા મંદિર, ચેમ્બુર, મુંબઈમાંથી પ્રાથમિક અભ્યાસ

અર્જુન કપૂરે પોતાનો પ્રારંભિક અભ્યાસ ચેમ્બુર, મુંબઈમાં આર્ય વિદ્યા મંદિરમાંથી કર્યો હતો. આ પછી તેણે મુંબઈની નારસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ અને નોઈડાની એશિયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. અર્જુને એક્ટિંગનો કોર્સ પણ કર્યો હતો.

અર્જુન કપૂરે ફિલ્મ ‘કલ હો ના હો’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘સલામ-એ-ઈશ્કઃ અ ટ્રિબ્યુટ ટુ લવ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. અર્જુન કપૂરે ‘નો એન્ટ્રી’ અને ‘વોન્ટેડ’ ફિલ્મોમાં એસોસિયેટ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું અને વર્ષ 2012માં તેણે ફિલ્મ ‘ઈશ્કઝાદે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ પરિણીતી ચોપરા જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય અર્જુન કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂરનું વજન ઘણું હતું, જેને ઘટાડવામાં સલમાન ખાને ઘણી મદદ કરી. અર્જુન કપૂર સલમાન ખાનને પોતાનો પ્રેરણાસ્ત્રોત માને છે અને તેમનાથી ઘણો પ્રભાવિત રહે છે.

અર્જુન કપૂર મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં છે

અર્જુન કપૂર આ દિવસોમાં મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. તેમના સંબંધોના સમાચાર અવાર-નવાર ચર્ચામાં આવે છે. મલાઈકા અરોરા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની પત્ની રહી ચુકી છે. મલાઈકા અરોરા ઘણીવાર અર્જુન કપૂર સાથે જોવા મળી છે. હાલમાં જ અર્જુન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેરિસની તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેની સાથે મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. અર્જુન કપૂરના જન્મદિવસ પહેલા બંનેએ એકસાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">