મહિલા સફાઈ કામદારો સાથે અનુપમ ખેરે કર્યો જોરદાર ડાન્સ, ફેન્સે કર્યા વખાણ

|

Sep 13, 2022 | 3:25 PM

અનુપમ ખેર (Anupam Kher) ભીડની વચ્ચે મહિલા સફાઈ કામદારો સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. વીડિયો શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું - થોડા દિવસો પહેલા જુહુ બીચની સ્વચ્છતા અભિયાન દરમિયાન થોડી પળો માટે હું બીએમસીની આ મહિલા સફાઈ કર્મચારીને મળ્યો હતો.

મહિલા સફાઈ કામદારો સાથે અનુપમ ખેરે કર્યો જોરદાર ડાન્સ, ફેન્સે કર્યા વખાણ
Anupam kher

Follow us on

એક્ટર અનુપમ ખેર (Anupam Kher) માત્ર તેમની શાનદાર એક્ટિંગ માટે જ જાણીતા નથી, આ સિવાય તેઓ તેમના રોજિંદા જીવન સાથે સંબંધિત રસપ્રદ વીડિયો અને તસવીરો દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. અનુપમ ખેર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ કંઈકને કંઈક નવું શેર કરે છે. આ વીડિયોમાં તે જુહુ બીચ પર એક મહિલા સફાઈ કામદારને મળ્યા અને એક્ટરે તેની સાથે જોરદાર ડાન્સ કર્યો. આ પળને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી, હવે અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી આ વીડિયો (Viral Video) શેર કર્યો છે.

શેર કરાયેલા વીડિયોમાં અનુપમ ખેર ભીડની વચ્ચે મહિલા સફાઈ કામદારો સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. વીડિયો શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું – થોડા દિવસો પહેલા જુહુ બીચની સ્વચ્છતા અભિયાન દરમિયાન થોડી પળો માટે હું બીએમસીની આ મહિલા સફાઈ કર્મચારીને મળ્યો હતો. તેણે કહ્યું હતું કે તેમને મારી સાથે ફોટો જોઈએ છે! મેં કહ્યું તમારી સાથે ડાન્સ કરવો જોઈએ. કોઈપણ ખચકાટ વિના અમે બંને શરૂઆત કરી! આજે કોઈએ આ વીડિયો મોકલ્યો છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વીડિયો શેર કરતી વખતે અનુપમ ખેરે પોતાનો અનુભવ જણાવ્યો, આ સાથે તેણે મહિલા કર્મચારીના વખાણ કરતા લખ્યું, આ મહિલાની ભાવનાને સલામ. જય હો. હાલમાં આ વીડિયો જોયા બાદ ફેન્સ પણ અનુપમ ખેરના જોરદાર વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

અહીં જુઓ વીડિયો

એક યુઝરે પ્રતિક્રિયા આપતાં લખ્યું- “કુછ સુહાને પલ જિંદગી કે”. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું – “સર, નાના કે હોય કે મોટો દરેક તમારી સાથે સંબંધ અનુભવે છે… આ એક મોટી વાત છે અને તમે આ બધું જાણો છો”. બાકીના ફેન્સ પણ અનુપમ ખેરની આ જ રીતે પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો કાશ્મીર ફાઇલ્સ પછી અનુપમ ખેર પાસે બેક ટુ બેક ફિલ્મો છે. હાલમાં જ તેને તેનો 530મો પ્રોજેક્ટ સાઈન કર્યો છે. તે શ્વેતા બાસુ સાથે એક શોર્ટ ફિલ્મમાં જોવા મળવાનો છે. આ સિવાય અનુપમ ખેર કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Next Article