અનિલ કપૂર પુત્રી રિયા માટે રિસેપ્શનનું કરશે આયોજન, ઘણા બોલિવૂડ સેલેબ્સ આપી શકે છે હાજરી

બોલીવુડ અભિનેતા અનિલ કપૂરની (Anil Kapoor) નાની પુત્રી રિયા કપૂરે (Rhea Kapoor) તેના બોયફ્રેન્ડ કરણ બૂલાની (Karan Boolani) સાથે લગ્ન કર્યા છે. અહેવાલ આવી રહ્યા છે કે અનીલ પુત્રી માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યા છે.

અનિલ કપૂર પુત્રી રિયા માટે રિસેપ્શનનું કરશે આયોજન, ઘણા બોલિવૂડ સેલેબ્સ આપી શકે છે હાજરી
Anil Kapoor to host reception for daughter rhea

બોલીવુડ અભિનેતા અનિલ કપૂરની (Anil Kapoor) નાની પુત્રી રિયા કપૂરે (Rhea Kapoor) તેના બોયફ્રેન્ડ કરણ બૂલાની (Karan Boolani) સાથે લગ્ન કર્યા છે. રિયા અને કરણના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. રિયા અને કરણે 14 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા. જોકે, પરિવારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હવે લગ્ન બાદ અનિલ પોતાની દીકરી માટે રિસેપ્શન ડિનરનું આયોજન કરી શકે છે.

અનિલ કપૂરે દીકરી રિયાના લગ્ન પછી ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યા અને તેમને મીઠાઈ વહેંચી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અનિલ આજે એટલે કે 16 ઓગસ્ટે પુત્રી રિયા માટે રિસેપ્શન ડિનર રાખી શકે છે.

બોલિવૂડ સેલેબ્સ જોડાઈ શકે છે

ખાનગી સમાચાર સંસ્થાના રિપોર્ટ અનુસાર, પરિવાર હંમેશા ઈચ્છતો હતો કે લગ્ન ખાનગી હોય. જો કે, કોવિડ પ્રોટોકોલને કારણે, મર્યાદિત મહેમાનોની સૂચિ પણ ટૂંકી કરવી પડી. ઘણા પરિવારના સભ્યો અને ખાસ મિત્રો લગ્નમાં હાજર રહી શક્યા નહીં. જેના માટે અનિલ કપૂર તેની બે દીકરીઓ સોનમ અને રિયા સાથે ડિનર હોસ્ટ કરી શકે છે.

અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કેટલાક બોલીવુડ સેલેબ્સ આ ડિનર પાર્ટીમાં હાજરી આપી શકે છે. અનિલ કપૂરે પોતાની પુત્રી રિયાના લગ્નને સોનમના લગ્નની જેમ મોટી ઇવેન્ટ નથી બનાવી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રિયા અને કરણ હંમેશા ઇચ્છતા હતા કે કોવિડ ના પણ હોત તો પણ તેમના લગ્ન સરળતાથી થાય.

મસાબા ગુપ્તાએ રિયાની તસવીર શેર કરી

ડિઝાઈનર મસાબા ગુપ્તા રિયા કપૂર અને કરણના લગ્નનો ભાગ બની હતી. તેણે રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિયાની તસવીર શેર કરી હતી. આ રિયાના પગની તસવીર હતી. જે ખુબ જ સુંદર જોવા મળી રહી છે. આ સાથે તેણે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે રિયા અને કરણ 13 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અનિલ કપૂરની નાની પુત્રી રિયાએ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પગ મૂક્યો નથી. તેણે તેની બહેનની ફિલ્મ આયેશા, વીરે દી વેડિંગનું નિર્માણ કરી ચૂકી છે. બીજી બાજુ, કરણ એક ફિલ્મ નિર્માતા છે જેણે ઘણી ફિલ્મો અને જાહેરાતો બનાવી છે.

 

આ પણ વાંચો: Indian Idol 12: શું ખરેખર ઇનામમાં મળેલી કાર પવનદીપ દરેક સ્પર્ધકને આપશે એક એક મહિના માટે? જાણો

આ પણ વાંચો: સુનિધિ ચૌહાણે કર્યો ખુલાસો: આ સુપરહિટ ગીતથી હતી ઘણી અપેક્ષા, પરંતુ કોઈએ ન આપ્યો એવોર્ડ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati