The Night Manager : અલીબાગમાં The Night Manager લોન્ચ માટે ગેટવે ઓફ ઈન્ડિયા પર જોવા મળ્યા અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર

|

Jan 20, 2023 | 3:06 PM

The Night Manager : ધ નાઈટ મેનેજરના લોન્ચ માટે ગેટવે ઓફ ઈન્ડિયા પર અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર જોવા મળ્યા છે. અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર વેબ સિરીઝ ધ નાઈટ મેનેજર માટે સાથે આવી રહ્યા છે. આ પહેલા બંને મલંગમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. ફર્સ્ટ-લૂક પોસ્ટર શેર કર્યા પછી, આદિત્ય વેબ સિરીઝના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર કરી હતી જેની રાહ પુરી થઈ છે.

The Night Manager : અલીબાગમાં The Night Manager લોન્ચ માટે ગેટવે ઓફ ઈન્ડિયા પર જોવા મળ્યા અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર
The Night Manager

Follow us on

અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર વેબ સિરીઝ ધ નાઈટ મેનેજર માટે સાથે આવી રહ્યા છે. અગાઉ બંને મલંગમાં સાથે કામ કરી ચૂક્યા છે. ફર્સ્ટ-લુક પોસ્ટર શેર કર્યા પછી, આદિત્યએ અપડેટ સાથે એક નવું મોશન પોસ્ટર પણ શેર કર્યું હતું. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે વેબ સિરીઝનું ટ્રેલર 20 જાન્યુઆરીએ એટલે કે આજે રિલીઝ થઈ ગયું છે. જેની રાહ જોવાતી હતી તે આજે પુરી થઈ ગઈ છે. ગેટવે ઓફ ઈન્ડિયા પર અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Bholaa Motion Poster : અજય દેવગનનો પહેલો લુક આવ્યો સામે, લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ, જુઓ ફિલ્મની રિલીઝ ડેટ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જુઓ શાનદાર વીડિયો……

થોડાં સમય પહેલાં અનિલ કપુરનો પણ લુક સામે આવ્યો હતો. જેમાં એક્ટર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. જુઓ તેની પોસ્ટ….

નિર્માતાઓ અને આદિત્યએ ઇન્સ્ટાગ્રામ પર ધ નાઇટ મેનેજરનો મોશન પોસ્ટર વીડિયો રિલીઝ કર્યો છે. પોસ્ટરને શેર કરતાં તેણે કેપ્શન આપ્યું, ‘અલગ નામ, એક હેતુ’. નાઇટ મેનેજર ક્યારેય ડ્યુટી બંધ નથી. ટ્રેલર 20 જાન્યુઆરીએ એટલે કે આજે રિલીઝ થયું છે. પોસ્ટરમાં આદિત્ય રોય કપૂર બ્લેક સૂટમાં ડેશિંગ દેખાઈ રહ્યો છે અને ખૂબ જ કડક વલણથી કંઈક જોઈ રહ્યો છે. તેને એમ કહેતા સાંભળવા મળે છે કે ક્યારેક અંધકારથી ભાગતી વખતે અંધકાર જ તમને શોધી લે છે.

પોસ્ટરને પણ ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો અને ટ્રેલરને પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફેન્સ અલગ-અલગ ઈમોજી વગેરે મુકીને લાગણીઓ શેર કરી રહ્યા છે.

જુઓ વીડિયો….

ઈન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શેર કરતાં આદિત્યએ લખ્યું, દુનિયાના સૌથી ખતરનાક આર્મ્સ ડીલરને રોકવા માટે એક જ હથિયાર છે – હોટલના નાઈટ મેનેજર. ધ નાઈટ મેનેજર ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ વેબ સિરીઝ હિટ અંગ્રેજી જાસૂસી નાટક ધ નાઈટ મેનેજર પર આધારિત છે, જે ટોમ હિડલસ્ટન અને હ્યુજ લૌરી અભિનીત જ્હોન લે કેરોલ નવલકથાનું રૂપાંતરણ છે. નાઇટ મેનેજર એ જાસૂસી થ્રિલર છે, જ્યાં એક સિક્રેટ એજન્ટ અને છુપાયેલા હથિયારોના વેપારી બિલાડી અને ઉંદરની રમતમાં સામેલ થાય છે. આ સિવાય આદિત્ય રોય કપૂર પાસે થાડમની રિમેક પણ છે, જ્યારે અનિલ કપૂર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર આ સિરિઝમાં ફાઈટરની ભૂમિકામાં જોવા મળશે.

Next Article