અમિતાભ-રશ્મિકાની ગુડબાય ફિલ્મનું ગીત જયકાલ મહાકાલ રિલીઝ, જોઈને થઈ જશો ભાવુક

|

Sep 13, 2022 | 6:28 PM

હાલમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ ગુડબાયનું નવું ગીત 'જયકાલ મહાકાલ' રિલીઝ થયું છે. આ ગીત તમને જૂના દિવસોની યાદ અપાવશે.

અમિતાભ-રશ્મિકાની ગુડબાય ફિલ્મનું ગીત જયકાલ મહાકાલ રિલીઝ, જોઈને થઈ જશો ભાવુક
Amitabh Goodbye new Song

Follow us on

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘ગુડ બાય’ માટે સતત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આવેલા ફિલ્મના ટ્રેલર બાદ હવે એક નવું ગીત પણ સામે આવ્યું છે. કેબીસી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે આ ફિલ્મમાં સાઉથ ફેમ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) પણ મહત્વના રોલમાં છે. નવા ગીતની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે દર્શકોએ આ ગીતને જલ્દી રિલીઝ કરવાની અપીલ કરી હતી, જેની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આ ગીત ખૂબ જ ઈમોશનલ છે અને આ ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ તેમાં જોવા મળે છે.

આ ગીત અમિતાભ બચ્ચને પણ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ ગીતે રિલીઝ થયાના 24 કલાકની અંદર 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રિલીઝ થયેલા ગુડબાયના ટ્રેલરમાં આ ગીતનું મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં પ્લે કરવામાં આવ્યું હતું. ત્યારથી દર્શકો તરફથી આ ગીતને રિલીઝ કરવાની માગ ઉઠી હતી. આ ગીતને અત્યાર સુધીમાં 2,984,540 લોકો જોઈ ચૂક્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઈએ કે આ ગીતમાં અમિતાભ બચ્ચન સાથે રશ્મિકા મંદાના, નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર જેવા દિગ્ગજ કલાકારો જોવા મળી રહ્યા છે. આ ગીત અમિત ત્રિવેદી અને સુહાસ સાવંતે ગાયું છે, અમિત ત્રિવેદીએ આ ગીતને કમ્પોઝ પણ કર્યું છે.

અહીં જુઓ ગીત જયકાલ મહાકાલ

રશ્મિકાએ પણ શેર કર્યું ગીત

અમિતાભ બચ્ચન સિવાય રશ્મિકાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ગીતનો વીડિયો શેર કર્યો છે. આ સાથે જ એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે “જેમ કે મેં કહ્યું કે આ ગીત માટે કંઈપણ કહેવું તેના માટે જસ્ટિસ નહીં હોય” ફિલ્મનું ટ્રેલર 6 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી દર્શકોમાં ફિલ્મની રિલીઝને લઈને એક્સાઈટમેન્ટ લેવલ વધી ગયું છે. આ પછી હવે આ ગીતે લોકોની આતુરતા સાતમા આસમાને પહોંચી ગઈ છે.

Next Article