Amitabh Bachchanને મળી રહ્યા છે આ પ્રકારના પાત્રો, જેના કારણે KBC 14 ના હોસ્ટ છે નારાજ

|

Aug 04, 2022 | 8:02 AM

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) KBC 14 સાથે દર્શકોને મળવા આવી રહ્યા છે. હંમેશાની જેમ, મેગાસ્ટાર આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Amitabh Bachchanને મળી રહ્યા છે આ પ્રકારના પાત્રો, જેના કારણે KBC 14 ના હોસ્ટ છે નારાજ
KBC

Follow us on

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ગયા મહિને તેમના બ્લોગ પર એક લાંબી નોંધ લખી હતી કે, તેઓ કેવી રીતે તેમની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ પર પાછા ફરે છે અને દરેક વખતે “ફરી ક્યારેય નહીં” કહેવા છતાં કેવી રીતે કામ કરવાનું શરૂ કરે છે. તેણે આ બ્લોગમાં એમ પણ લખ્યું છે કે, જ્યારે તે પોતાના કામ પર પાછા ફરે છે ત્યારે તેને “આશંકા અને ડર” નો સામનો કરવો પડે છે. તેમની પોસ્ટ જોઈને ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે, તેમની પોસ્ટ કૌન બનેગા કરોડપતિ (KBC)ની આ સીઝનની વાત કરી રહી છે, પરંતુ આજે મુંબઈમાં કૌન બનેગા કરોડપતિની પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને પોતાની અસલી મુશ્કેલી મીડિયા સાથે શેર કરી હતી.

બે દાયકા કરતાં વધુ સમયથી કરે છે હોસ્ટ

તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન લગભગ બે દાયકાથી ‘કૌન બનેગા કરોડપતિ 14’ હોસ્ટ કરી રહ્યા છે. બચ્ચન કેબીસી 14 હોસ્ટ કરવા તૈયાર છે. આજે જ્યારે તેને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે તેના વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે, તેની પોસ્ટને ગેમ શો સાથે કોઈ લેવાદેવા નથી. પોતાના એક પાત્રની તૈયારી કરતી વખતે તે પરેશાન થઈ ગયો હતો.

જાણો કેમ બિગ બીને કહેવું પડ્યું ‘નેવર અગેન’

અમિતાભ બચ્ચને હસતાં-હસતાં કહ્યું હતું કે, આ એક શાનદાર સમય છે. આજકાલ તમે ઇન્ટરનેટ પર જે પણ લખો છો, લોકો તેનો ખોટો અર્થ કાઢે છે. ખરેખર, મેં મારી આગામી ફિલ્મના પાત્ર વિશે આ બ્લોગ લખ્યો છે. આ ફિલ્મમાં મને નવા અવતારમાં બતાવવામાં આવ્યો છે. હું હૈદરાબાદમાં (Hyderabad) એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એ પાત્ર માટે મારે પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરવો પડ્યો. હું હંમેશા કહું છું ‘નેવર અગેઈન’ પરંતુ તેમ છતાં મને એવી ભૂમિકાઓ ઓફર કરવામાં આવે છે. જેમાં ચહેરા અથવા શરીર પર પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરવો પડે છે. આ જ કારણ છે કે મેં આ બ્લોગ લખ્યો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

લોકોને આપ્યો સફળતાનો શ્રેય

અમિતાભ બચ્ચને વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરવા માટે પાછા આવતા રહે છે. કારણ કે તેઓ તેમના દર્શકો સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. બિગ બીસીએ વધુમાં જણાવ્યું હતું કે, “શોમાં લોકો જે રીતે મારું સ્વાગત કરે છે તે મને ગમે છે. તેથી જ હું શોમાં પાછું ફરવાનું ચાલુ રાખું છું.”

Next Article