AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેગ્નન્સીથી લઈને બર્થડે અને હોલીવુડમાં એન્ટ્રી, કેવું રહ્યું આલિયાનું આ વર્ષ? જુઓ વીડિયો

આલિયા ભટ્ટની (Alia Bhatt) કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં આલિયાએ ઘણી અનસીન મોમેન્ટ્સ શેયર કરી છે. આ ફોટોઝમાં રણબીર કપૂર સાથે લગ્નથી લઈને એક્ટ્રેસના પ્રેગ્નન્સી સુધીના ઘણા ફોટોઝ છે.

પ્રેગ્નન્સીથી લઈને બર્થડે અને હોલીવુડમાં એન્ટ્રી, કેવું રહ્યું આલિયાનું આ વર્ષ? જુઓ વીડિયો
Alia bhatt Unseen photosImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 6:23 PM
Share

આલિયા ભટ્ટ માટે વર્ષ 2022 ખૂબ જ ખાસ રહ્યું હતું. લગ્નથી લઈને બેબી ગર્લને જન્મ આપવા સુધીની દરેક મોમેન્ટ તેણે દિલ ખોલીને એન્જોય કરી છે. હવે વર્ષના અંતે એક્ટ્રેસે પોતાની કેટલીક સુંદર યાદો ફેન્સ સાથે શેયર કરી છે. જે તેણે પહેલા ક્યારેય શેયર કરી ન હતી. પ્રેગ્નન્સીથી લઈને રણબીર કપૂર સાથેના લગ્ન અને હોલીવુડમાં એન્ટ્રી સુધીની આલિયા ભટ્ટે ઘણી તસવીરો શેયર કરી છે તો જુઓ આલિયાના આ અનસીન ફોટોઝ જેના પર ફેન્સ સતત પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે. આમાં એક સાથે ઘણી તસવીરો અને વીડિયોને મર્જ કરવામાં આવ્યા છે. આ સિવાય પોસ્ટને કેપ્શન આપતા આલિયાએ લખ્યું કે, “pics that never made it to the gram.” આલિયાની આ સુંદર પોસ્ટ પર તેના ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અહીં જુઓ આલિયાની પોસ્ટ

બહેન શાહીન સાથે પણ શેયર કરી સુંદર પળો

વીડિયોની શરૂઆતમાં આલિયા ભટ્ટે હાથમાં કેમેરો લીધો છે અને ફોટા કેપ્ચર કરવા માટે જેસ્ચર આપી રહી છે. આ પછી એક પછી એક ઘણી રેન્ડમ તસવીર અને વીડિયો જોઈ શકો છો, જે આલિયાની બેસ્ટ મેમોરીઝમાંથી એક છે. આ વીડિયોમાં આલિયાની બહેન શાહીન સાથેની સેલ્ફી પણ છે. તેની પ્રેગ્નન્સી દરમિયાન માતા અને એક્ટ્રેસ સોની રાઝદાન સાથે ઘણી સુંદર પળો પણ શેયર કરવામાં આવી છે.

આલિયાએ શેર કરી તેના હોલીવુડ ડેબ્યૂના સેટની તસવીરો

આ વીડિયોમાં આલિયાના લંડન વેકેશનના કેટલાક ફોટા પણ છે, જેમાં શાહીન ભટ્ટ તેની સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આલિયાએ આ વર્ષે હોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ પોસ્ટમાં તેણે તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેયર કરી છે. આલિયાની અપકમિંગ હોલીવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ છે. આ જ વર્ષે તેની લાઈફમાં રણબીર કપૂર અને તેની પુત્રી રાહાએ પ્રવેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે એક્ટ્રેસે તેના લવર રણબીર કપૂર સાથે લગ્ન કર્યા અને તે જ વર્ષે તેણે તેના પહેલા બાળકનું સ્વાગત કર્યું, જેનું નામ તેણે રાહા કપૂર રાખ્યું છે.

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">