AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kashmir Filesના વખાણ કરવા શું અક્ષય કુમારની ‘મજબૂરી’ હતી? વિવેક અગ્નિહોત્રીએ કહ્યું તેની પાછળનું સત્ય!

The Kashmir Filesના વખાણ કરવા ખરેખર અક્ષય કુમારની શું મજબૂરી હતી. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ અક્ષય કુમારના (Akshay Kumar) 'સપોર્ટ' પર ટિપ્પણી કરી છે.

The Kashmir Filesના વખાણ કરવા શું અક્ષય કુમારની 'મજબૂરી' હતી? વિવેક અગ્નિહોત્રીએ કહ્યું તેની પાછળનું સત્ય!
vivek agnihotri- Akshay kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 9:20 AM
Share

કોરોના મહામારીના સમયથી અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) પછી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એવી ફિલ્મોમાંની એક હતી જેણે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી, નહીંતર વચ્ચે ઘણી ફિલ્મો આવી હતી જેને બોક્સ ઓફિસ (Box Office Report) પર પાણી પણ ન માંગ્યું અને ‘આવી અને ગઈ’ બની ગઈ. તે સમયે અક્ષય કુમારની બચ્ચન પાંડે (Bachchan Pandey) પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાની આશા રાખીને બેઠી હતી. પરંતુ આ રેસ પણ વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ જીતી હતી. આવી સ્થિતિમાં એક ઇવેન્ટ દરમિયાન, અક્ષય કુમારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir Files) વખાણ કર્યા અને વિવેકની ફિલ્મને અનોખા અંદાજમાં સમર્થન આપ્યું.

વિવેક અગ્નિહોત્રીએ આપ્યો જવાબ

તે સમયે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. વિવેક અગ્નિહોત્રીને પણ આ વીડિયો ઘણો ગમ્યો. આટલું જ નહીં, તેણે એક ટ્વીટ દ્વારા અક્ષયને ‘આભાર’ પણ કહ્યું. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ ફરીથી અક્ષય વિશે નિવેદન આપ્યું છે. તેણે અક્ષયની આ ચેષ્ટાને ‘મજબૂરી’ ગણાવી હતી.

હવે વિવેક અગ્નિહોત્રીએ અક્ષય પર કર્યો કટાક્ષ?

હવે વિવેક અગ્નિહોત્રીની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જે એક ઈન્ટરવ્યુની ટૂંકી ક્લિપ છે. વીડિયોમાં ફિલ્મમેકર અક્ષય કુમાર હવે ફિલ્મને સપોર્ટ કરવા પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. નિર્દેશક સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ‘ફિલ્મના વખાણ કરવા અક્ષય કુમારની મજબૂરી હતી.’

અહીં જુઓ અક્ષયનો વીડિયો જેમાં તેણે કાશ્મીર ફાઇલ્સ માટે કહ્યા  બે શબ્દો

આ સાથે નિર્દેશકે પણ આ હકીકત પર ભાર મૂક્યો અને કહ્યું કે, અભિનેતા અક્ષય કુમારને ફિલ્મના સમર્થનમાં બોલવાની ફરજ પડી હતી. ખરેખર અક્ષયની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ‘કાશ્મીર ફાઇલ્સ’ની સામે ફ્લોપ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાલમાં જ વિવેક અગ્નિહોત્રી ચેટ શો ’13RA જવાબ નહીં’માં RJ રૌનક સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ સ્પષ્ટપણે દાવો કર્યો હતો કે, વખાણ કરવા અક્ષયની મજબૂરી હતી.

વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું?

આ ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મમેકરને પૂછવામાં આવ્યું કે, અક્ષય કુમારે તમારી ફિલ્મના વખાણ કર્યા હતા, જેના પર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘એ તો મજબૂરીમાં, શું બોલશે આદમી જ્યારે સામે સો લોકો ઉભા થઈને સવાલ પૂછશે કે-કાશ્મીર ફાઇલ્સ ચાલી, તમારી ફિલ્મ નહીં? હું ભોપાલમાં એક ફંક્શનમાં હતો, તેથી તેણે બોલવું પડ્યું. હવે આના પર અક્ષયની પ્રતિક્રિયા શું હશે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.

g clip-path="url(#clip0_868_265)">