Bholaa ફિલ્મમાંથી તબ્બૂનો ઈન્ટેન્સ લુક આઉટ, પોલીસના યુનિફોર્મમાં જોઈને ફેન્સે કહ્યું- લેડી સુપરસ્ટાર
દ્રશ્યમ 2 ની સફળતા બાદ અજય દેવગન (Ajay Devgn) અને તબ્બુ એક નવી ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. આ સાઉથની રિમેક ફિલ્મનું નામ ભોલા છે અને તે માર્ચમાં રિલીઝ થશે. ફિલ્મમાં તબ્બુનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે, જેને જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
Ajay Devgn Movie Bhola Tabu Look Out: અજય દેવગન અને તબ્બુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી છે અને તેઓ સાથે ઘણી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. આ ફિલ્મો ફેન્સને પણ પસંદ આવી છે. પરંતુ સૌથી વધુ ફેન્સના દિલમાં જે ફિલ્મે જગ્યા બનાવી છે તે છે દ્રશ્યમ. આ ફિલ્મમાં બંને સામસામે હોવા છતાં પણ ફેન્સમાં આ ફિલ્મની જબરદસ્ત પોપ્યુલારિટી જોવા મળી હતી. આ ફિલ્મનો બીજો પાર્ટ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહ્યો હતો. હવે તબ્બુ અજય દેવગનની નવી ફિલ્મમાં પણ જોવા મળશે. અજયે ફિલ્મનો તબ્બુનો ફર્સ્ટ લૂક પણ શેયર કર્યો છે.
3Dમાં સામે આવ્યો તબ્બુનો ધાકડ લુક
અજય દેવગને ટ્વિટર પર ફિલ્મ ભોલાનો એક 3D વીડિયો શેયર કર્યો છે. આ તબ્બુનો ફિલ્મનો ફર્સ્ટ લૂક છે જે એકદમ ઈન્ટેન્સ છે. એકવાર ફરી તબ્બુ આ ફિલ્મમાં એક સશક્ત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. તબ્બુનો આ લુક ઘણો જ પ્રોમોસિંગ લાગી રહ્યો છે. આ વીડિયોમાં તે અલગ-અલગ પોઝમાં જોવા મળી રહી છે. તેના હાથમાં પિસ્તોલ અને પોલીસ યુનિફોર્મમાં તેનો લુક જોઈને ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી રહી છે.
Ek khaaki. Sau shaitaan.#TabuInBholaa #Bholaain3D #Tabu pic.twitter.com/W5wLWqENyQ
— Ajay Devgn (@ajaydevgn) January 17, 2023
ફેન્સ પણ કરી રહ્યા છે વખાણ
એક્ટ્રેસના આ લુક પર ફેન્સના રિએક્શન આવવા લાગ્યા છે. એક વ્યક્તિએ લખ્યું – ‘અમેઝિંગ લુક.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું- ‘લેડી સુપરસ્ટાર.’ આ સિવાય ઘણા ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજીસ શેયર કરી રહ્યા છે. ઐ ફિલ્મની વાત કરીએ તો તેમાં અજય દેવગન લીડ રોલમાં છે જેનું નામ ભોલા છે. તેની સામે તબ્બુ જોવા મળી રહી છે. વીડિયો શેયર કરતી વખતે અજયે લખ્યું- ‘એક ખાકી સો શેતાન’.
આ સાઉથની ફિલ્મની રિમેક છે ભોલા
આ ફિલ્મની વાત કરીએ તો આ સાઉથની બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ ‘કૈથી’ની રિમેક છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી જેનું નિર્દેશન લોકેશ કનાગારાજે કર્યું હતું. તેના હિન્દી વર્ઝનની વાત કરીએ તો તેનું નિર્દેશન પોતે સુપરસ્ટાર કરી રહ્યા છે. અજય ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર સાથે મળીને તેનું નિર્માણ કરી રહ્યો છે. આ ફિલ્મ 30 માર્ચ, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ એક એવા પિતાની વાર્તા છે જે પોતાની દીકરી સુધી પહોંચવા માટે કોઈ પણ સાથે લડવા તૈયાર હોય છે.