‘દ્રશ્યમ 2’ ફિલ્મમાંથી અજય દેવગનનો ફર્સ્ટ લૂક થયો રીલિઝ, સત્ય માટે રમાશે માઈન્ડ ગેમ
અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2'ની (Drishyam 2) ફેન્સમાં સતત ચર્ચા થતી રહી છે. મેકર્સે ફિલ્મનો અજય દેવગનનો ફર્સ્ટ લૂક શેયર કર્યો છે. આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બોલિવૂડ એક્ટર અજય દેવગનની (Ajay Devgn) અપકમિંગ ફિલ્મ ‘દ્રશ્યમ 2’ (Drishyam 2) સતત ચર્ચામાં રહે છે. મેકર્સ એક પછી એક સ્ટાર્સના ફર્સ્ટ લુક શેયર કરી રહ્યા છે. તબ્બુ અને અક્ષય ખન્નાના પોસ્ટર રીલિઝ થઈ ગયા છે. આ દરમિયાન હવે ફિલ્મના લીડ એક્ટર અજય દેવગનનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. અજય દેવગને પોતે આ પોસ્ટર પોતાના ફેન્સ સાથે શેયર કર્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એક્ટરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટર શેયર કર્યું છે. વાયરલ પોસ્ટરમાં અજય દેવગનના હાથમાં પાવડો લઈને ઉભો જોવા મળે છે. તેમની ચારે બાજુ માટી છે. પોસ્ટર જોઈને લાગે છે કે તે ક્યાંક ખાડો ખોદવાની યોજના બનાવી રહ્યો છે. આ પોસ્ટરને શેયર કરતા અજયે લખ્યું છે કે, સવાલ એ નથી કે તમારી આંખોની સામે શું છે, સવાલ એ છે કે તમે શું જોઈ રહ્યા છો. આ કેસ 18 નવેમ્બર 2022ના રોજ ફરી રિઓપન થશે.
View this post on Instagram
અજય દેવગનના આ લુકે ફરી એકવાર ફેન્સનું એક્સાઈટમેન્ટ વધારી દીધું છે. સસ્પેન્સ અને થ્રિલર ડ્રામા પર આધારિત આ ફિલ્મ જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2015માં આવેલી દ્રશ્યમનો બીજો ભાગ છે. મેકર્સે તેનું રિકોલ ટીઝર પણ રિલીઝ કર્યું હતું, જેથી લોકો જૂની વાર્તાને ફરીથી યાદ કરી શકે. આ ટીઝરને પણ લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે.
આ સાથે જ ફિલ્મની સિક્વલમાં અક્ષય ખન્નાની એન્ટ્રી થઈ ગઈ છે. જો રિપોર્ટની વાત કરીયે તો, અક્ષય ફિલ્મમાં પોલીસ તપાસ અધિકારીના રોલમાં જોવા મળશે, જે મીરા દેશમુખ બનેલી તબ્બુના પુત્ર સેમના ગુમ થવાનો કેસ ફરીથી ખોલશે અને તેની તપાસ શરૂ કરશે. એટલે કે અક્ષય ખન્ના ફિલ્મમાં અજય માટે મુશ્કેલી ઉભી કરતો જોવા મળશે. આ વખતે અક્ષય પોતાની માઈન્ડ ગેમ વડે વિજય સલગાંવકર એટલે કે અજય દેવગનનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરશે.
ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો, દ્રશ્યમ 2 પહેલી ફિલ્મ કરતા થોડા વર્ષો આગળની સ્ટોરી છે. જ્યાં અજય દેવગનનો પરિવાર એ અકસ્માત ભૂલીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. દીકરીઓ મોટી થઈ છે. પરંતુ તેના જીવનની શાંતિને ભંગ કરવા માટે અક્ષય બે વાર કેસ ખોલશે. જ્યાંથી સ્ટોરીના પાત્રો ફરીથી માઈન્ડ ગેમ રમતા જોવા મળશે.
