AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીઝર હિટ થતાં જ ‘Chauhaan’ મુશ્કેલીમાં… રાજપૂત ઇતિહાસનો રાજકીય ઉપયોગ કરવાનો ‘આરોપ’, સ્ક્રીનિંગ બતાવવાની ઊઠી ‘માંગ’

હાલમાં જ બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની મોસ્ટ અવેટેડ મૂવી ‘Chauhaan’નું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જો કે, સાચી ઘટનાથી પ્રેરિત કહેવાતી આ મૂવી હવે રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે.

ટીઝર હિટ થતાં જ ‘Chauhaan’ મુશ્કેલીમાં... રાજપૂત ઇતિહાસનો રાજકીય ઉપયોગ કરવાનો 'આરોપ', સ્ક્રીનિંગ બતાવવાની ઊઠી 'માંગ'
| Updated on: Jun 29, 2026 | 5:39 PM
Share

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની આગામી ફિલ્મ ‘Chauhaan’નું ટીઝર રિલીઝ થતાં જ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કાશ્મીરના સંઘર્ષ પર આધારિત આ ફિલ્મના મેકર્સ પર ક્ષત્રિય પરિષદે રાજપૂત ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો અને તેનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

દિગ્દર્શક નીરજ યાદવની ‘Chauhaan’ને લઈને ક્ષત્રિય પરિષદે વાંધો ઉઠાવ્યો છે અને મેકર્સ પર રાજપૂત ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

વિવાદોમાં આવી અજય દેવગનની ‘Chauhaan’

હિન્દી સિનેમાના દમદાર અભિનેતા તરીકે અજય દેવગનને ઓળખવામાં આવે છે. તેમની આગામી ફિલ્મ ‘Chauhaan’ની ચર્ચા આ સમયે ખૂબ થઈ રહી છે, કારણ કે તેના શાનદાર ટીઝરે દરેકનું દિલ જીતી લીધું છે. જો કે, હવે બીજા કોઈ કારણોસર ‘Chauhaan’ને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વાત એમ છે કે, ક્ષત્રિય પરિષદ સંગઠને આ મૂવીનો વિરોધ કર્યો છે અને મેકર્સ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ક્ષત્રિય પરિષદે પોતાના ઓફિશિયલ એક્સ (ટ્વિટર) હેન્ડલ પર ‘Chauhaan’ વિરુદ્ધ એક લેટેસ્ટ ટ્વીટમાં વાંધો દર્શાવતા લખ્યું છે કે, “અમે દિગ્દર્શક નીરજ યાદવ અને લીડ એક્ટર અજય દેવગનની આગામી ફિલ્મ ‘Chauhaan’ દ્વારા વર્તમાન સાંપ્રદાયિક રાજનીતિ માટે ચૌહાણ કુળના નામનો ઉપયોગ કરવાના પ્રયાસની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.”

ક્ષત્રિય પરિષદે વધુમાં કહ્યું છે કે, “રાજપૂત ઇતિહાસ કોઈ રાજકીય હથિયાર નથી. ચૌહાણોનો વારસો એ રાજપૂત ઇતિહાસનો એક ભાગ છે, નહીં કે ચૂંટણીલક્ષી નેરેટિવ કે બહારના લોકો દ્વારા ઊભા કરાયેલા વિવાદોનો. અમે વૈચારિક હેતુ માટે રાજપૂત ઓળખને હથિયાર બનાવવાની દરેક કોશિશને સખત શબ્દોમાં નકારી કાઢીએ છીએ. ઐતિહાસિક સત્ય અને ફિલ્મ રિલીઝ થતાં પહેલાં તેનું સ્ક્રીનિંગ અમને બતાવવામાં આવે. સાથે જ સંગઠન એવી ચેતવણી પણ આપે છે કે, જો અમારી ચિંતાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો મેકર્સને વિરોધ-પ્રદર્શનનો સામનો પણ કરવો પડશે.”

ક્યારે રિલીઝ થશે ‘Chauhaan’?

રિલીઝ પહેલા જ અજય દેવગનની ‘Chauhaan’ મોટી મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, ફિલ્મમાં કાશ્મીરના પથ્થરબાજો અને સુરક્ષા દળો વચ્ચેના સંઘર્ષને દર્શાવવામાં આવશે. આ સિવાય જો ‘Chauhaan’ની રિલીઝ ડેટ પર નજર કરીએ તો, આગામી વર્ષે 1 ઓક્ટોબર 2027ના રોજ આ મૂવી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

Awarapan 2 Teaser : 19 વર્ષ બાદ એ જ જૂના અંદાજમાં પાછો ફર્યો ઈમરાન હાશ્મી, ‘આવારાપન 2’નું ટીઝર થયું રિલીઝ

Follow Us
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
g clip-path="url(#clip0_868_265)">