અજય દેવગણે કર્યા ફિલ્મ બેલ બોટમના વખાણ, થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવાના નિર્ણય પર કહી આ વાત

આજે એટલે કે 19 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ રિલીઝ થઈ છે. સૌ કોઈ આ ફિલ્મના વખાણ કરી રહ્યું છે. ત્યારે અક્કીના ખાસ મિત્ર અજયે પણ અક્ષય માટે એક ખાસ પોસ્ટ કરી છે.

અજય દેવગણે કર્યા ફિલ્મ બેલ બોટમના વખાણ, થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવાના નિર્ણય પર કહી આ વાત
Ajay Devgan praised Akshay Kumar's film 'Bell Bottom' and congratulate him

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા રાજ્યોમાં સિનેમાઘરો સંપૂર્ણપણે ખોલવામાં આવ્યા છે, જે અક્ષયની ફિલ્મ માટે ખૂબ જ ફાયદાકારક બનશે. આ ફિલ્મ વિશે આજે જ અક્ષયના ખાસ મિત્ર અજય દેવગણે (Ajay Devgn)વખાણ કર્યા છે.

અજય દેવગણે અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમના વખાણ કર્યા છે. વખાણ કરતા અજયે એક ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં આ ફિલ્મની પ્રશંસા કરી છે અને ફિલ્મ માટે શુભેચ્છાઓ આપી છે.

શું કહ્યું અજય દેવગણે

અજય દેવગણેટ્વિટ કરતા લખ્યું કે પ્રિય અક્કી, હું બેલ બોટમના સારા રીવ્યુ સાંભળી રહ્યો છું. શુભેચ્છાઓ. ઉપરાંત, થિયેટરોમાં ફિલ્મ રજૂ કરવાનો તમારો નિર્ણય પ્રશંસનીય છે. હું આમાં તમારી સાથે છું.

અહિયાં જુઓ અજયની ટ્વીટ

ટ્વિંકલ ખન્નાએ પોસ્ટ કરી શેર

બેલ બોટમ રિલીઝ થયા બાદ ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર સાથે એક તસવીર શેર કરી છે. તેમણે લખ્યું- એવું લાગી રહ્યું છે કે અમે પાર્કમાં ફરવા જઈ રહ્યા છીએ પરંતુ અમે કંઈક સારું કરવા જઈ રહ્યા છીએ. અમે મિસ્ટર કે. ની શાનદાર ફિલ્મ બેલ બોટમના સ્ક્રિનિંગ તરફ જઈ રહ્યા છીએ.

ટ્વિંકલ ખન્નાની પોસ્ટ અહીં જુઓ

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

અજયની ફિલ્મ પણ કરી ગઈ કમાલ

અજય દેવગણની ફિલ્મ ભુજ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અજય દેવગણની ફિલ્મ ભુજને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ સ્ક્વોડ લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળે છે જે ત્યાંની સ્થાનિક મહિલાઓની મદદથી સાથે મળીને ભુજ એરબેઝને બચાવે છે. ફિલ્મમાં અજય સાથે સોનાક્ષી સિન્હા, નોરા ફતેહી, સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

1600 સ્ક્રીન પર રિલીઝ

ખાનગી બોલીવૂડ વેબસાઈટ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ 1600 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. જો સરેરાશ જોવામાં આવે તો એક દિવસમાં દરેક સ્ક્રીન પર 3 શો થશે. જોકે, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળમાં થિયેટરો હજુ પણ ફિલ્મની રિલીઝ માટે બંધ છે.

બેલ બોટમને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા મળી રહી છે. #BellBottomIncinema ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: ‘શેરશાહ’ ફિલ્મમાં કામ કરીને પસ્તાવો અનુભવી રહ્યો છે આ અભિનેતા, જાણો શું છે કારણ

આ પણ વાંચો: શું નીરજ ચોપરા અભિનય ક્ષેત્રમાં કરશે એન્ટ્રી? જાણો શું આપ્યો દેશના આ સ્ટારે જવાબ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati