AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજય દેવગને અમદાવાદમાં ખોલ્યું 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ, કંગનાએ કર્યા એક્ટરના વખાણ

હાલમાં જ કંગના રનૌતે (Kangana Ranaut) અજય દેવગનના (Ajay Devgn) વખાણ કર્યા છે. વાસ્તવમાં, 15 સપ્ટેમ્બરના રોજ અજયે અમદાવાદમાં ચાર સ્ક્રીનનું મલ્ટિપ્લેક્સ ખોલ્યું છે, જેમાં આવનારા સમયમાં ફિલ્મો બતાવવામાં આવશે. આવી પરિસ્થિતિમાં કંગનાએ આ સ્ટેપ માટે અજય દેવગનના વખાણ કર્યા છે.

અજય દેવગને અમદાવાદમાં ખોલ્યું 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ, કંગનાએ કર્યા એક્ટરના વખાણ
Ajay - Kangana
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 3:41 PM
Share

અજય દેવગને (Ajay Devgn) તેના બાળકોના નામે મલ્ટિપ્લેક્સ ખોલ્યું છે. ફિલ્મ એનાલિસ્ટ તરણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અમદાવાદમાં 4 સ્ક્રીન મલ્ટિપ્લેક્સ વિશે જાણકારી આપી હતી. તરણે ટ્વીટમાં લખ્યું- અજય દેવગને અમદાવાદમાં 4 સ્ક્રીનનું મલ્ટિપ્લેક્સ ખોલ્યું છે, જે આમ્રકુંજમાં આવેલું છે. થોડા વર્ષો પહેલા અજયે એનવાય સિનેમાની શરૂઆત કરી હતી, જેની હવે આણંદ, સુરત અને રાજકોટમાં ઘણી બ્રાન્ચ ખુલી છે. આ મલ્ટીપ્લેક્સ આ એનવાય સિનેમાનો એક ભાગ છે. ટૂંક સમયમાં આ 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ થ્રીડીમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે અજયે આ મલ્ટિપ્લેક્સનું નામ તેના બાળકોના નામ પર રાખ્યું છે. હાલમાં જ કંગના રનૌતે (Kangana Ranaut) અજય દેવગનના વખાણ કર્યા છે.

કંગનાએ સોશિયલ મીડિયા પર શેયર કરી આ પોસ્ટ

થોડા દિવસો પહેલા કંગનાએ અજય પર તેની ફિલ્મો ન કરવાનો આરોપ લગાવ્યો હતો. થોડા મહિનાઓ બાદ હવે એક્ટ્રેસ અજયના વખાણ કરી રહી છે. કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું ટ્વીટ શેયર કર્યું છે. જેમાં કંગનાએ લખ્યું- આ સૌથી સારો અને સૌથી અસરકારક નિર્ણય છે, જેના દ્વારા સુપરસ્ટાર પોતાના પૈસા અને પાવરનો ઉપયોગ કરી શકે છે. આ મલ્ટિપ્લેક્સ માત્ર રોજગાર જ નથી આપતો, પરંતુ આપણી સ્ક્રીનની સંખ્યામાં પણ વધારો કરે છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 7000 સ્ક્રીન છે જ્યારે ચીનમાં 70000થી વધુ સ્ક્રીન છે. આવી પરિસ્થિતિમાં મલ્ટિપ્લેક્સ ખોલવાનો નિર્ણય ઘણો સારો છે. અભિનંદન સર.

કંગનાએ અજય પર લગાવ્યો હતો આરોપ

થોડા સમય પહેલા કંગનાએ અજય પર તમામ એકટર્સની ફિલ્મોને પ્રમોટ કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ ક્યારેય સોશિયલ મીડિયા પર તેની ફિલ્મોનું પ્રમોશન કર્યું નથી. એક્ટ્રેસે અક્ષય કુમાર પર આરોપ લગાવ્યો કે ફિલ્મ થલાઈવીના વખાણ કર્યા, પરંતુ સોશિયલ મીડિયા પર તેનું પ્રમોશન ન કર્યું.

ઈમરજન્સીમાં જોવા મળશે કંગના રનૌત

ટૂંક સમયમાં કંગના ફિલ્મ ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કંગના એક્ટિંગની સાથે ડાયરેક્શનમાં પણ હાથ અજમાવશે. તેમજ કંગના આ ફિલ્મ તેના પ્રોડક્શન હાઉસ ‘મણિકર્ણિકા’ હેઠળ બનાવી રહી છે. આ ફિલ્મ 25 જૂન 2023ના રોજ રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મના શૂટિંગથી લઈને અન્ય તૈયારીઓ ચાલી રહી છે.

થેંક ગોડમાં જોવા મળશે અજય દેવગન

આ સિવાય આપણે અજય દેવગનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની પાસે હવે ઘણી ફિલ્મો છે. જેમાં થેંક ગોડ, ચાણક્ય, દૃષ્યમ 2, કેથી હિન્દી રિમેક- ભોલા, મેદાન, રેઇડ 2 અને સિંઘમ 3 જેવી મજબૂત ફિલ્મોનો સમાવેશ થાય છે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">