અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય અને PM મોદી એક સાથે સ્ટેજ પર.. આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જુઓ

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયે તાજેતરમાં પોતાના સંસ્કારી મૂલ્યોની ઝાંખી આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સ્ટેજ પર આશીર્વાદ લીધા. આ ઘટના બાદ ઐશ્વર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની વિનમ્રતા અને સંસ્કારી સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય અને PM મોદી એક સાથે સ્ટેજ પર.. આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જુઓ
| Updated on: Nov 19, 2025 | 8:34 PM

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પોતાના ફિલ્મી કરિયર સાથે-સાથે અંગત જીવનને લઈને પણ સતત સમાચારમાં રહે છે. તાજેતરમાં તે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં યોજાયેલા સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં હાજર રહી હતી. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, કેન્દ્રીય પ્રધાન રામ મોહન નાયડુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. ખાસ વાત એ હતી કે પ્રથમ વખત ઐશ્વર્યા રાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાથે સ્ટેજ પર જોવા મળી હતી.

કાર્યક્રમ દરમિયાન ઐશ્વર્યાએ માનવતા અને એકતા વિષે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું: “ફક્ત એક જ જાતિ છે. માનવતાની જાતિ… ફક્ત એક જ ધર્મ છે. પ્રેમનો ધર્મ… ફક્ત એક જ ભાષા છે. હૃદયની ભાષા… અને ફક્ત એક જ ભગવાન છે. જે સર્વત્ર છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી બદલ આભાર વ્યક્ત કરતાં ઐશ્વર્યાએ જણાવ્યું, “આ ઉજવણીમાં સામેલ થવા બદલ હું દિલથી પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તેમની હાજરી આ શતાબ્દી સમારોહને વધુ પવિત્ર અને વિશેષ બનાવે છે.”

તેમણે આગળ કહ્યું કે, આ પ્રસંગ સ્વામીજીના સંદેશની યાદ અપાવે છે કે સાચું નેતૃત્વ એટલે સેવા. “માનવતાની સેવા કરવી એ ભગવાનની સૌથી મોટી સેવા છે,” ઐશ્વર્યાએ ઉમેર્યું.

ભાષણ બાદ ઐશ્વર્યા રાય સીધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગઈ અને વિનમ્રતા પૂર્વક તેમના પગે પડી આશીર્વાદ લીધા. ત્યાર પછી તેઓ પોતાની સીટ પર પાછી ફર્યા. આ દૃશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

કેટલાક યૂઝર્સે તો જયા બચ્ચનની રાજકીય ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતાં લખ્યું કે “હવે કદાચ સાસુઓએ પોતાની વહુઓ પાસેથી શીખવાનો સમય આવી ગયો છે.”

અરબાઝ અને શૂરાએ સિપારાની પહેલી ઝલક બતાવી